ચૂંટણી સંપન્ન:નવસારી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે રાકેશ પરદેશી અને જોઈન્ટ સેક્ર્ટરી તરીકે અરણબ દેસાઈનો વિજય

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન વખતે ગુપ્તતા ન જળવાતી હોવાના ઉમેદવાર ના આક્ષેપ બાદ સમજાવટ થતા મતદાન શાંત વાતાવરણમાં પૂર્ણ થયું

નવસારી જિલ્લા બાર એસો ના હોદેદારો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં એસોશિએશના ઉપપ્રમુખપદે 2 અને મંત્રી તરીકે એક જ ઉમેદવારનું ફોર્મ આવતા તેમને ચૂંટણી અધિકારીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.જેમાં પ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરી ના પદ માટે ત્રણ ઉમેદવાર આવતા બાર એસોસીએસન નવસારીની વર્ષ-2021ના હોદ્દેદારની ચૂંટણી માટે શુક્રવારે યોજાઈ હતી જેમાં રસાકસી બાદ પ્રમુખ તરીકે રાકેશ પરદેશી 121 મતે અને જોઈન્ટ સેક્રેટરી અરણબ દેસાઈ 48 મતે વિજેતા થયા હતા.

નવસારીમાં બાર એસોસિએશન ના 5 હોદા પૈકી ઉપપ્રમુખ માટે માત્ર 2 જ ઉમેદવાર રૂપેશ શાહ અને સુરેશ બારોટની સામે કોઇ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સેક્રેટરીમાં પણ માત્ર એક જ ઉમેદવાર કમલેશ પટેલનું ફોર્મ ભરેલું હોય તેમને પણ બિન હરીફ વિજેતા જાહેર કર્યાં હતા. જ્યારે પ્રમુખ પદ માટે રાજકુમાર શર્મા, રાકેશભાઇ પરદેશી, ભરત એમ.પ્રજાપતિ અને સહમંત્રીના પદ માટે અમીત કચવે અર્ણબ દેસાઈ અને કૃણાલ પટેલ ઉમેદવાર હોય તેમના માટે ગુરુવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન વખતે આ વખતે એક બાર એક મતની પ્રક્રિયા લાવતા મતદાન કરતી વખતે ગુપ્તતા ન જળવાતી હોવાનો આક્ષેપ ઉમેદવાર દ્વારા ચૂંટણી કમિશનર ને કરવામાં આવ્યો હતો.જો કે અગ્રણીઓએ સમજાવટ બાદ સમાધાન થયું હતું.બાર એસોસિએશન ના કુલ 481 સભ્યોમાથી 408 મતદારોએ મતદાન કર્યું હતું.ભારે રસાકસી ના અંતે પ્રમુખ પદે રાકેશ પરદેશી 121 મતે અને જોઈન્ટ સેક્રેટરી તરિકે અરણબ દેસાઈ 48 મતે વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...