તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:6ઠ્ઠી એપ્રિલે દાંડીયાત્રાના સમાપનમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુ આવશે

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાંડીયાત્રાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
દાંડીયાત્રાની ફાઇલ તસવીર.
 • સુરતના કપ્લેથા ચેકપોસ્ટ થઇ 3જી એપ્રિલે જલાલપોરના વાડા ગામથી દાંડીયાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 12મી માર્ચે પ્રધાનમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવેલી દાંડીયાત્રા 3જી એપ્રિલે નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે. નવસારી જિલ્લો પદયાત્રીઓના સ્વાગત માટે ઉત્સાહિત છે. કપ્લેથા ચેકપોસ્ટથી વાડા ગામે દાંડીયાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરશે. વાડામાં નવસારી જિલ્લાના નગરજનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ સાથે સ્વાગત કરવામાં આવશે.

બાદમાં મરોલી ચાર રસ્તા, ચોખડ અને ધામણ ગામના ગ્રામજનો દાંડીયાત્રાળુઓનું સ્વાગત કરશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ 3જીએ ધામણમાં દાંડી પદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. તેમના 7 મંત્રી તથા 10 ધારાસભ્ય પણ જોડાશે. 6ઠ્ઠી એપ્રિલે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુના અધ્યક્ષસ્થાને દાંડીયાત્રાનો સમાપન સમારોહ યોજાશે.

ધામણ ગામથી નવસારી જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા દાંડીયાત્રા સાથે જોડાશે, ત્યારબાદ સરાઈ, પડઘા, કસબાપાર અને વિરાવળ થઈ આ યાત્રાળુઓ નવસારી શહેરમાં પ્રવેશ કરશે. દરેક ગામના ગ્રામજનો દ્વારા પદયાત્રીઓ માટે લીંબુપાણી, ઠંડી છાસ અને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવસારી નગરમાં પ્રવેશ કરી યાત્રા લુન્સીકુઈ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા પ્રભારીમંત્રી ગણપતસિંહ વસાવા અને સિક્કીમના મુખ્યમંત્રી અને તેમની ટીમ હાજર રહેશે. આ પ્રસંગે આશ્રમ ભજનવલીના ભજનો, દેશભક્તિ ગીત અને ગુજરાતની ઝાંખી નૃત્ય નાટિકા ભજવાશે. સિક્કીમથી આવેલા સાંસ્કૃતિક ગ્રુપના કલાકારો તેમની વિશેષ પ્રસ્તુતિ રજુ કરશે, ત્યારબાદ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના ઘેડ પંથકનું વિશિષ્ટ નૃત્ય તલવાર રાસ રજૂ કરાશે.

4થી એપ્રિલે શિપિંગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્યમંત્રી મનસુખ માંડવીયા લુન્સીકૂઈથી દાંડીયાત્રા સાથે જોડાશે. આ યાત્રા ફરી લુન્સીકૂઈ મેદાનથી શિવાજી ચોક, વિજલપોર ફાટક, એરૂ ચાર રસ્તા, એથાણ, નાની પેથાણ,ગાંધી સ્મૃતિભવન કરાડી થઈ શહિદ સ્મારક મટવાડ પહોંચશે. સરકારી પોલિટેકનિક કોલેજ મટવાડમાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહેશે. અહીં આશ્રમમાં ભજનવલીના ભજનો, દેશભક્તિ ગીત અને દેશભક્તિ ગીત-નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. 5મી એપ્રિલે દાંડીયાત્રા મટવાડથી શરૂ કરી સામાપુર, સૈફીવિલા અને સોલ્ટ મેમોરિયલ અને પ્રાર્થના મંદિર દાંડી પહોંચશે.

સાંજે પ્રાર્થના મંદિરમાં આશ્રમ ભજનવલીના ભજનો, દેશભક્તિ ગીત અને ગાંધીજી જીવનઝાંખી નૃત્ય નાટિકા પ્રસ્તૃતિ આશ્રમશાળા ભક્તાશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાશે. દાંડીયાત્રા સાથે જોડાયેલા નવસારી જિલ્લાના તમામ ઐતિહાસિક સ્થળો જેવા કે ગામ ધામણ, વિજલપોર, કરાડી, મટવાડ, સામાપોર અને પ્રાર્થના મંદિર દાંડીમાં પરંપરાગત ઢોલ, લેઝિમ ડાન્સ, તુળજા ભવાની ગ્રુપ દ્વારા અને મગનભાઈ એન્ડ ગ્રુપ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્યો સાથે યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવશે. 6ઠ્ઠી એપ્રિલે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુના અધ્યક્ષસ્થાને દાંડીયાત્રાનો સમાપન સમારોહ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો