આંદોલન વેગવાન બન્યું:વેટરનરી કોલેજના છાત્રોનો વૃક્ષોને ક્રાંતિકારીઓના નામ આપી વિરોધ

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોલેજના વિદ્યાર્થીઓએ વૃક્ષો રોપી તેનું નામકરણ કર્યુ હતુ. - Divya Bhaskar
કોલેજના વિદ્યાર્થીઓએ વૃક્ષો રોપી તેનું નામકરણ કર્યુ હતુ.
  • 4 કોલેજના 1200 છાત્રો આંદોલન વેગવાન બન્યું

પશુ ચિકિત્સા અને પશુપાલનના સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ તેની નિયતકારી સંસ્થા નવી દિલ્હી સ્થિત વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મીનીમમ સ્ટાન્ડર્ડ્સ ઓફ વેટનરી એજ્યુકેશન, 2016ના નિયમો અનુસાર ચલાવવામાં આવે છે, જેમાં અંતિમ વર્ષમાં એક ઇન્ટર્નશીપ તાલીમ લેવી જરૂરી છે.

હાલમાં રાજ્યમાં પશુપાલન ક્ષેત્રનું મહત્વ ઘણું હોવા છતાં રાજ્ય સરકારની વેટનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી (કામધેનુ યુનિવર્સિટી), ગાંધીનગરની વિવિધ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોને માત્ર 4200 રૂપિયાનું ઇન્ટર્નશીપ ભથ્થુ આપવામાં આવે છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછુ છે. આ માગને લઇને કોમધેનુ યુનિવર્સિટીને સંલગ્ન નવસારી, જૂનાગઢ, આણંદ અને દાંતીવાડા એમ 4 કોલેજના આશરે 1200 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ 2 ઓગસ્ટના રોજ સામુહિક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...