હાશકારો:વેસ્માના અનાવિલ યુવાને માતાપિતાનો વિચાર આવતા આપઘાત કરવાનું ટાળ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુમ થનાર યુવાનની બાઇક અને સ્યુસાઈડ નોટ પૂર્ણા નદી િકનારેથી મળી આવી
  • ​​​​​​​પોલીસે તપાસ કરતા યુવાન ગ્રીડથી મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો

નવસારીના વેસ્મા પંથકમાં રહેતા અનાવિલ યુવાન ઘરેથી કોઈ અગમ્ય કારણસર આપઘાત કરવાના બહાને ધારાગીરીના પુલ પર બાઇક લઈને ગયો હતો. જ્યાં તેણે સ્વહસ્તે લખેલ સ્યુસાઈડ નોટ પણ મૂકી ગયો હતો. ગ્રામ્ય પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે તપાસ કરતા તેની લાશ મળી આવી ન હતી. જેથી પોલીસ દ્વારા તેના ફોટા અને માહિતી મૂકી હતી છતાં તેના કોઈ સગડ મળ્યા ન હતા.

નવસારીના વેસ્મા ગામે રહેતા સુબોધભાઈ ભીખુભાઇ વશીએ ગ્રામ્ય પોલીસ મથકે 19મી મેના રોજ તેમના દીકરા સાગર (ઉ.વ. 33) ઘરેથી બાઇક લઈ ને ગુમ થયો હોવાની જાણ કરી હતી. તેઓએ પણ તેમના દીકરાની શોધખોળ કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. અંતે પોલીસને કોઈએ બાતમી આપી હતી કે ગુમ થનાર સાગર (ઉ.વ. 33)ની બાઇક (નં. GJ-21-AF-5121) ધારાગીરી નદીના પુલ ઉપર છે. પોલીસે તુરંત ધારાગીરી નદીના પુલ પાસે જઇ બાઇક નો કબ્જો લીધો હતો અને તેમાં એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.

જેને લઈ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ પૂર્ણા નદીમાં શોધખોળ કરાવી હતી પરંતુ તેના કોઈ સગડ મળ્યા ન હતા. એલસીબી પોકો અર્જુન પ્રભાકરે તેમની રીતે શોધ કરી હતી તે દરમિયાન તેમણે બાતમી મળી કે વેસ્માનો ગુમ થનાર સાગર ગ્રીડ પાસે આવ્યો છે. જેથી પોકો અર્જુનભાઈને પોકો ભાવેશ જયમને ગ્રીડ વિસ્તારમાં શોધખોળ કરતા બાતમીવાળા સ્થળે જતા સાગરને તેના ફોટા અને વાતચીતના આધારે ઓળખી કાઢ્યો હતો. દેવુ થતા આપઘાતનો ખ્યાલ આવ્યો પણ પરિવાર નજર સમક્ષ આવતા છેલ્લી ઘડીએ મરવાનો ખ્યાલ માંડી વાળ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.

પોલીસે સાગરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેને દેવુ થઈ ગયું હતું. જેથી લેણદાર તેને નાણાં આપવા બાબતે વારંવાર માનસિક ત્રાસ આપતા તેણે અંતિમ પગલું ભરવા માટે ધારાગીરી નદીના પુલ પર બાઇક લઈને ગયો હતો અને સ્યુસાઈડ નોટ પણ લખી નદીમાં ઝંપલાવવા ગયો હતો પરંતુ અંતિમ પળે મારા પછી માતાપિતાનો કોણ ખ્યાલ રાખશે એવો વિચાર આવતા બાઇક મૂકી તે વાપી-વલસાડના જુદા જુદા વિસ્તારમાં રહ્યો પણ ઘર યાદ આવતા ગ્રીડ નજીક આવ્યો ત્યારે પોલીસને માહિતી મળતા સાગરને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...