શુક્ર ચાલ:શુક્ર આજે બદલશે ઘર, કર્કથી સિંહમાં થશે પ્રવેશ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૈભવ-વૈવાહિક સુખ આપનાર ગ્રહના સ્થાન પરિવર્તનથી માન-સમ્માન વધશે

વૈવાહિક સુખ, વૈભવ અને સંપન્નતા આપનાર ગ્રહ શુક્ર તા.28ને સોમવારે રાશિ પરિવર્તન કરશે.એટલે કે મધ્યરાત્રિએ કર્ક રાશિથી નિકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 23 ઓક્ટોબર સવારે 10.42 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષાચાર્ય પંકજભાઇ જોશીના અનુસાર આ બાદ શુક્રગ્રહનું ગોચર કન્યા રાશિમાં થશે. શુક્રને બધા ગ્રહોમાં ચમકદાર ગ્રહ માનવામાં આવે છે. કેમકે શુક્ર એક શુભગ્રહ છે એવામાં કુંડળીમાં તેની સારી સ્થિતિથી જાતકોને જીવનમાં સુખ-સુવિધાઓ મળે છે. મુખ્ય રૂપથી પ્રેમ, ભૌતિક સુખોમાં તેની મજબુતીથી વૃદ્ધિ થાય છે. આ સાથે જ વૈવાહિક જીવનમાં પણ શુક્રની સ્થિતિની અસર થાય છે. જો કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો દાંપત્ય જીવન સુખી રહે છે. તેનાથી વિપરીત શુક્રની ખરાબ સ્થિતિ વ્યક્તિના દાંપત્ય જીવનને ખરાબ કરી શકે છે. શુક્રગ્રહનું ગોચર સિંહ રાશિમાં થવા જઇ રહ્યું છે, માટે દરેક 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડશે.

મેષને મળશે ધનલાભ, મનના જાતકોને ગુપ્ત શત્રુથી બચવું પડશે
મેષ - કાર્યક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે, ધનલાભના યોગ બની રહ્યાં છે.
વૃષભ : સુખ-સુવિધાઓમાં વૃદ્ધિની સાથે કાર્યક્ષેત્રમાં અદભુત સફળતા મળશે.જીવનસાથી સાથે સમય સારો વિતશે.
મિથુન : કાર્યક્ષેત્રમાં કોઇપણ પ્રકારના વાદ-વિવાદથી પોતાને દુર રાખો. બિઝનેસ સબંધિત કેટલીક યાત્રાઓ કરવી પડી શકે છે.
કર્ક : કાર્યક્ષેત્રમાં યોગ્યતા સામે ચાલીને આવશે.જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
સિંહ : ભૌતિક સુખ-સુવિધાઓ, વાહનની પ્રાપ્તિ થઇ શકે છે. વ્યવસાય કરનારને ધન લાભ પણ થઇ શકે છે.
કન્યા : ભાગ્યમાં વૃદ્ધિ થશે અને તમે કાર્યક્ષેત્રમાં પણ સારી પ્રગતિ કરી શકશો. તમારા કાર્યની પ્રસંશા પણ થશે.
તુલા : તમે ક્રોધ પર નિયંત્રણ રાખો નહીં તો મુશ્કેલીઓ ઘેરી રાખશે. પ્રેમ સબંધ સારા રહેશે.
વૃશ્ચિક : નોકરી અને બિઝનેસમાં લાભના યોગ બની રહ્યાં છે. જો કે ખર્ચ પણ વધારે થશે.
ધન : કેટલાક કાર્યમાં અડચણો આવવાથી તમે અસમંજસમાં મુકાઇ શકો છો.
મકર : બિઝનેસ કરનારાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઇને પણ ઉધાર આપવાથી દુર રહો. પેટ સબંધિત બિમારી થઇ શકે છે.
કુંભ: નોકરી કરનારા લોકોને પ્રમોશન મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વ્યતિત કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય મિશ્ર રહેશે.
મીન : પ્રતિયોગી પરીક્ષામાં સફળ થવા માટે ઘણી મહેનત કરવી પડશે. પિયરપક્ષમાં સબંધો ખરાબ થઇ શકે છે. ઉધાર અને શત્રુથી બચીને કાર્ય પુર્ણ કરવું.

માં જગદંબાની પૂજાથી શુભ ફળ આપે છે શુક્ર
જ્યોતિષાચાર્ય પંકજભાઇ જોશીના અનુસાર શુક્રની દુષ્પ્રેરણાથી બચવા માટે અમુક સૂચનો પણ કરવામાં આવ્યા છે. જેવા કે, લક્ષ્મી માતા અથવા અંબે માતાની પૂજા કરવી. ભોજનનો થોડોક ભાગ ગાય, કાગડા અને શ્વાનને આપો. શુક્રવારનો વ્રત રાખો અને તે દિવસે મીઠાઇથી દુર રહો. ચમકદાર સફેદ અને ગુલાબી રંગનો ઉપયોગ કરો. શ્રી સૂક્તનો નિયમિત પાઠ કરો. શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો, દહીં, ખીર, જ્વાર, રંગબેરંગી કપડા, ચાંદી, ચોખા વગેરે વસ્તુઓ દાન કરો.

અન્ય સમાચારો પણ છે...