સંકટમોચન:400 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતા નવસારીના વીરવાડી હનુમાનજી મંદિરને બીજું સારંગપૂર કહેવામાં આવે છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાન જયંતીના દિને અંદાજિત 35,000 ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે

નવસારીમાં આવેલ વીરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપૂર કહેવામા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા અહીંથી ઘરે પાછા જાય છે.

જે ભક્તો પણ વીરવાડી હનુમાન દાદાના દર્શન કરે છે તેમાં એક અલગ જ પ્રકારની મનની શાંતિની અનુભૂતિ થાય છે. અહીં આવતા ભક્તોના રોગ, કષ્ટ અને દુઃખ દૂર કરે છે. અહીંના ભક્તોનું માનવું છે કે, અહીં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં સ્વયંમભૂ પ્રગટ હનુમાન દાદા બાળ સ્વરૂપે બિરાજમાન છે. અહીં બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન દાદા ધંધામાં બરકત, જીવનની તકલીફો દૂર કરે છે.

વીરવાડી હનુમાન દાદાએ અહીં આવતા ઘણા ભક્તોનો સાક્ષાત પરચા આપ્યા છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે અહીં જો કોઈ સાચા દિલથી વીરવાડી હનુમાન દાદાને યાદ કરે છે તો દાદા પોતાના ભક્તની મદદ માટે પહોંચી જાય છે.અહીં વિધાર્થીઓ પણ પરીક્ષામાં જતા પહેલા દર્શન કરવા માટે આવે છે અને પ્રાર્થના કરે છે કે દાદા અમને સારા માકર્સથી પાસ કરી દેજો અને દાદાના આશીર્વાદથી વિધ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થાય છે.

હનુમાન જયંતીનો કાર્યક્રમ
હનુમાન જયંતીના દીને સવારે 6.00 વાગ્યાથી ભાવિક ભક્તો માટે મંદિરના દ્વારા ખોલવામાં આવશે. ત્યારબાદ સવારે 9.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવશે. સવારે 10.00 વાગે રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12.00 વાગ્યે ધ્વજારોહણ કરાશે. બપોરે 4.30 થી 9.00 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં 30 થી 35 હજાર શ્રદ્ધાળુઓ લાભ લેશે. સાંજે 7.00 વાગ્યે મહાઆરતી થશે.

અન્ય સમાચારો પણ છે...