તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:હોળીમાં પ્રદુષણ અટકાવવા આજે નવસારીમાં પ્રગટાવાશે વૈદિક હોળી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાયના ગોબર અને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ થશે

નવસારીમાં આજે હોળી પર્વ ઉજવાશે અને ઠેર ઠેર હોળી પ્રગટાવવા માટે હજારો કિલો લાકડાનો વપરાશ થશે ત્યારે નવસારીમાં ગત વર્ષની જેમ અનેક ઇકો ફ્રેન્ડલી હોળી પર્વ ઉજવાશે. શહેરમાં અંત:કરણ અને બાહ્ય વાતાવરણ બન્નેને સાત્વિક અને શુદ્ધ કરવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, નવસારી મેનેજમેન્ટ એસોશિયેશન, બૃહદ અનાવિલ સમાજ, સામાજીક સમરસતા મંચ, સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, નવસારી ડિસ્ટ્રીક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ, આર્ટ ઓફ લિવિંગ, સરદાર પટેલ વિદ્યાભવન અને નવસારી સ્પિરિચ્યુઅલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વૈદિક હોળી પ્રગટાવીને શહેરનું શુદ્ધિકરણ કરવાની કામગીરીનું બીડું ઉપાડ્યું છે.

નવસારી નગરમાં 11 સામાજીક સંસ્થાઓએ હોળીમાં લાકડાની જગ્યાએ ગૌમય સ્ટીક વાપરી વૈદિક હોળી કરવા માટે અપીલ કરી છે. યજ્ઞનું સાચુ સ્વરૂપ જાણી પ્રતિવર્ષ ઉજવાતી હોળી થકી થતા પ્રદુષણને અટકાવી, સ્વાસ્થ્ય વર્ધક હોમ સામગ્રી દ્વારા વૈદિક હોળી પ્રગટાવવા પણ લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ આહવાનને નગરજનોએ મોટી સંખ્યામાં પ્રતિસાદ આપ્યો અને આશરે 10 ટન જેટલી વૈદિક હોળીની સામગ્રીની ખરીદી કરી છે.

લોકો આસપાસની સોસાયટીઓ કે મહોલ્લાઓમાં આવી વૈદિક હોળી પ્રગટાવવા કટિબદ્ધ બને અને લાડકાનો વપરાશ ઓછો કરે તેવી અપીલ સાથે આ વૈદિક હોળી અભિયાનનું આયોજન ગત વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. વૈદિક હોળીમાં ગીર ગાયના તાજા ગોબરમાંથી બનાવેલ ગૌમય સ્ટીક, ગાયનું ઘી, ભીમસેન કપુર અને આહુતિ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે.

વૈદિક હોળીમાં ગૌમયના ઉપયોગથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધતા પર્યાવરણ શુદ્ધ થશે અને ગૌમાતા દ્વારા પ્રાપ્ત થતા પંચગવ્યના ઉપયોગથી ગૌજતનમાં ખુબ જ મોટો સહયોજ મળશે. વસંત-શિશિર ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં ઉત્પન્ન થતા વાયરસ વૈદિક હોળીના દહનથી નાબુદ થાય છે.

અનેક વૃક્ષોનો બચાવ થશે
હોળીમાં લાકડાના ઉપયોગ માટે સેંકડો વૃક્ષો કપાતા હોય છે અને તેના કારણે ધુમાડો ઉત્પન્ન થાય છે. જ્યારે છાણાનો ઉપયોગ કરવાથી લાકડાનો વપરાશ અટકે છે. વૈદિક હોળીથી પ્રદુષણ થતું અટકશે અને વૃક્ષોને કપાતા અટકાવી શકાશે. વૈદિક હોળીના દહનથી આરોગ્યપ્રદ અને શુદ્ધ વાતાવરણનું સર્જન થાય છે. : જગદીશ દેસાઇ, એડમિનિસ્ટ્રેટર, અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો