તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાવ્રત:વટસાવિત્રી : પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજનો દિવસ તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે

વટ સાવિત્રી વ્રત જીવનસાથીના લાંબા જીવન અને સ્વસ્થ જીવન માટે કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પીપળાના વૃક્ષની પૂજા કરે છે, પ્રદક્ષિણા કરે છે અને દોરો બાંધે છે. સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમા જેઠ મહિનાની પૂનમના દિવસે જ આ વ્રતને કરવાનું વિધાન છે. આ વખતે વટ સાવિત્રી વ્રત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. આજરોજ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. આ દિવસ, તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. ત્યાં જ સૂર્ય-ચંદ્રની સ્થિતિ દ્વારા સિદ્ધ નામનો એક શુભ યોગ પણ બનશે.

આમાં પૂજા સામગ્રીનું ખૂબ મહત્વ છે કારણ કે, તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી, વ્રત રાખતા પહેલા, તમારે આ પૂજાની સામગ્રી ખરીદવી જોઈએ અને તેને ઘરે રાખવી જોઈએ જેથી તમારે છેલ્લી ક્ષણે ઉતાવળમાં કોઈ વસ્તુઓ ભૂલી ન જવાય. પરિણીત મહિલાઓ આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે. આ પછી લાલ કે પીળી સાડી પહેરીને સંપૂર્ણ દુલ્હન જેવો શણગાર સજે છે. બાદમાં પૂજાની બધી વસ્તુઓ વાંસની પૂજા ડાળીમાં વ્યવસ્થિત રીતે ગોઠવે છે અને પીપળાના ઝાડ નીચે પહોંચી સ્થળને સારી રીતે સાફ કરી ત્યાંસાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓ સ્થાપિત કરે છે.

આ પછી ફૂલો, રોલી, દોરો, ચોખા, દિવો, ધૂપ અથવા અગરબત્તી અને સિંદૂરથી તેમની પૂજા કરવામાં આવે છે. તેમને લાલ રંગના કપડું અર્પિત કરી ફળ પણ અર્પણ કરાય છે. આ પછી, વાંસથી બનેલો પંખાથી હવા આપી વાળમાં એક પીપળાનું પત્તુ ખોસે છે. ત્યારબાદ 5, 11, 21, 51 અથવા 108 વખત વૃક્ષની પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે.

વટ સાવિત્રીના વ્રતની પૂજા સામગ્રી
વાંસના લાકડાથી બનેલો પંખો, લાલ અને પીળા રંગનો દોરો, અગરબત્તી અથવા ધૂપ, પાંચ પ્રકારના ફળ, તાંબાના વાસણમાં પાણી, પૂજા માટે સિંદૂર (ઉપયોગમાં ન લેવાયું હોય તેવું) અને પૂજા માટે લાલ રંગનું કપડું.

પૂજા કરતી વખતે બહેનાે સાેશિયલ ડિસ્ટન્સનું પાલન કરે
વટસાવિત્રી વ્રતનું બહેનાે માટે અનેરૂ મહત્વ રહ્યું છે. પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. આ દરમિયાણ માેટી સંખ્યામાં બહેનાે પૂજા કરવાના સ્થળે અેકત્ર થશે. હાલ કાેરાેના મહામારી ચાલી રહી છે. ત્યારે સંક્રમણ ન ફેલાય તે રીતે દરેક બહેનાે સાેશિયલ ડિસ્ટન્સ રાખી પૂજા અર્ચના કરે તે ખૂબ જરૂરી છે. > હરેશ જાણી, કર્મકાંડી બ્રાહ્મણ, જલાલપોર

અન્ય સમાચારો પણ છે...