જન્મતાં જ દુનિયાને અલવિદા:વાંસદાની પરિણિતાએ જન્મ આપતાની સાથે જ બાળકનું મોત, સારવાર દરમિયાન માતાનું પણ મોત

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના સીતાપુર ગામની પરિણીતાને ડિલિવરીનો દુખાવો ઉપડતા હનુમાનબારી ખાતે આવેલા ક્રિષ્ના હોસ્પિટલમાં ભર્તી કરતા પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, જન્મતા જ બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિણીતાને રક્તસ્ત્રાવ વધુ થતા તેને વલસાડની હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ માતાનું પણ શંકાસ્પદ મોત નીપજતાં જીરો નબરથી વાંસદા પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી હતી. વાંસદા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરતા ડોક્ટર આલમમાં ફફડાટ ફેલાયો હતો.

પરિજનોમાં શોક
વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના સીતાપુર ગામના.બાવરી ફળિયામાં રહેતી આરતી યોગેશભાઈ ચૌધરીને ગત શનિવારે પ્રસુતિ માટે હનુમાનબારી ગામે આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરતાં ત્યારે સવારે પરિણીતાએ બાળક ને જન્મ આપ્યો હતો. જે બાળક જન્મતાની સાથે મૃત પામ્યું હતું, ત્યારબાદ આરતી ચૌધરીને રક્તસ્ત્રાવથતા ડોકટરએ વલસાડ લઈ જવાનું જણાવતા તેને ખાનગી એમબુલન્સમાં વલસાડ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં તેઓ 10.40 કલાકે પહોંચી ગયા હતા અને 10.45 કલાકે આરતી ચૌધરીને ગણતરીનાં સમયમાં ડોકટર મૃત જાહેર કરતા પરિજનોમાં શોકનું
વાતાવરણ ફેલાયું હતું.

પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવ અંગે વલસાડ સીટી પોલીસ મથકે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર નિકિતાએ અકસ્માતનો ગુનો નોંધાવતા વલસાડ સિટી પોલીસે ઝીરો નબરથી વાંસદા પોલીસ મથકે ટ્રાન્સફર કરતા વાંસદા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...