ધારાસભ્યએ કર્યુ મતદાન:નવસારી જિલ્લાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉનાઈ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • ધારાસભ્યએ સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહી કર્યુ મતદાન
  • જિલ્લામાં સૌથી વધુ મતદાન ખેરગામ તાલુકામાં અને સૌથી ઓછું વાંસદા તાલુકામાં થયું

નવસારી જિલ્લામાં 269 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે રવિવારે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉનાઈ પ્રાથમિક શાળામાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. નોંધનીય છે કે જિલ્લામાં 269 ગ્રામ પંચાયતોમાં 259 સરપંચો અને 1589 વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણી માટે 756 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આજે સાંજ સુધીમાં જિલ્લાના 6 લાખ 65 હજાર 259 મતદારો આવનારા સરપંચોનું ભાવિ નક્કી કરશે. ત્યારે ધારાસભ્ય અનંત પટેલે ઉનાઈ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તેમણે એક સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. નોંધનીય છે કે વાંસદાના 177 સરપંચની બેઠક માટે 981 ફોર્મ ભરાયા છે. તાલુકાના 64 ગામોમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ મતદાન ખેરગામ તાલુકામાં અને સૌથી ઓછું વાંસદા તાલુકામાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...