તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેકસીનેશન ઓછું:નવસારી જિલ્લાના વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં 18+માં સૌથી વેક્સિનેશન ઓછું નોંધાયું,જાગૃતિ નો અભાવ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ નવસારી તાલુકામાં ફસ્ટ ડોઝ કુલ 10718 લેવાયા સૌથી ઓછા ડોઝ ખેરગામ તાલુકામાં કુલ 2306 લેવાયા

કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન એ કારગર સાબિત થઈ શકે તેમ છે ત્યારે સરકારે આ મામલે જાગૃતિ અભિયાન ચલાવીને દરેક લોકોને વેક્સિન લેવાની અપીલ કરી છે તેવામાં નવસારી જિલ્લામાં 45 વર્ષથી વધુના લોકોને વેક્સિનના ડોઝ આપ્યા બાદ 18 વર્ષથી વધુના યુવાનો માટે પણ વેકસીનેશન ની શરૂઆત થઈ છે, ત્યારે નવસારી ના 6 તાલુકાઓ પૈકી સૌથી ઓછું વેક્સિનેશન વાંસદા અને ખેરગામ તાલુકામાં સૌથી ઓછું વેકસીનેશન થયું છે

જેને લઇને સાક્ષરતા અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવાથી ત્યાં ભયનો માહોલ હોય જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર ઊભી થઈ છેવાંસદા અને ખેરગામના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોકો વેક્સિન ને લઈને ઉભી થયેલી ગેરમાન્યતા કારણભૂત છે,ભ્રામક વાતોને કારણે ગામલોકો ડોઝ લેવાથી દૂર રહ્યા છે નવસારી શહેર અને તાલુકામાં સહિત ગણદેવી માં સૌથી વધુ વેક્સિનેશન થયું છે જેમાં યુવાનો રજિસ્ટ્રેશન કરાવીને મોટી સંખ્યામાં સેન્ટર પર પહોંચી ડોઝ લગાવી રક્ષિત થઈ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...