યાત્રા સ્થગિત:મંગળવારે વંદે ગુજરાત યાત્રા નવસારીમાં સ્થગિત કરવી પડી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થિતિ ગંભીર છતાં સોમવારે યાત્રા નીકળી હતી

પૂર અને રેડ એલર્ટની સ્થિતિમાં નવસારીમાં સોમવારે તો સરકારની વંદે ગુજરાત યાત્રા નીકળી પણ મંગળવારે સ્થગિત કરવી પડી હતી. સોમવારે પણ નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી હતા. વધુમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટની સ્થિતિ હતી અને શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ હતી.

આમ છતાં સરકારી વંદે ગુજરાત યાત્રા નવસારીમાં ફરી હતી અને પાલિકા અને તંત્રનો સ્ટાફ તેમાં જોતરાયો હતો. ગંભીર સ્થિતિમાં પણ યાત્રા નીકળતા ટીકા થઈ રહી હતી અને તેનો હેવાલ ભાસ્કરમાં પ્રસિદ્ધ પણ થયો હતો. અંતે તંત્રે મંગળવારે યાત્રા પૂરની સ્થિતિને લઈ સ્થગિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...