તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનનો અભાવ:જથ્થો ન મળતા વેક્સિનેશનનું કામ સોમવારે પણ ખોરવાયું

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • નવસારીમાં થોડો સ્ટોક મંગળવારે આવતા રાહત થશે

નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વેક્સિનના અભાવે અનેક સેન્ટરો ઉપર વેક્સિનેશનમાં મુશ્કેલી થઈ હતી,જોકે સોમવારે કોવેક્ષીનના ડોઝ આવતા મંગળવારે વેક્સિનેશન થઈ શકશે.સોમવારે પણ નવસારી, વિજલપોરના અર્બન હેલ્થ સેન્ટરો સહિત જિલ્લાના અનેક સેન્ટરો ઉપર સતત ત્રીજા દિવસે વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ હતી. થોડા જ સેન્ટર ઉપર વેક્સિન અગાઉની બાકી રહી હતી ત્યાં જ વેક્સિનેશન થયું હતું. મળતી માહિતી મુજબ સોમવારે જિલ્લામાં વેક્સિનનો વધુ સ્ટોક આવ્યો હતો. જેને લઈને ત્રણ દિવસથી ખોરવાયેલ વેક્સિનેશન કામગીરી કઈક અંશે મંગળવારથી શરૂ થઈ શકશે.

બીજો ડોઝ મુકાવવા માંગતા અટવાયા
1 એપ્રિલથી 45 વર્ષ ઉપરનાનું વેક્સિનેશન નવસારી જિલ્લામાં પણ શરૂ થયું હતું. શરૂઆતમાં જેઓએ પ્રથમ ડોઝ લીધો હતો તેમનો બીજા ડોઝની મુદત આવી ગઈ છે. મુદત આવી ગઈ છતાં વેક્સિન ન હોવાને કારણે ત્રણેક દિવસથી આવા બીજો ડોઝ મુકાવવા માંગતા ઘણા લોકો અટવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો