તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:નવસારી વિજલપોર નગરપાલિકા ક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કબીલપોર કાલીયાવાડી અને ચોવીસી વિસ્તારમાં દોઢસોથી વધુ શહેરીજનોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરાઇ

નવસારી વિજલપોર નગરપાલિકા ક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે. જે પૈકી ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ વેક્સિન લઈને રક્ષિત થયા છે.વેક્સિનેશનના કાર્યક્રમમાં 60થી વધુ વયના લોકોને ડોઝ આપ્યા બાદ 45 વર્ષના શહેરીજનોને ડોઝ આપવાનો બીજો તબક્કો શરૂ થયો છે. જે પૈકી નવસારી વિજલપુર પાલિકામાં આવતા કબીલપોર કાલીયાવાડી અને ચોવીસી વિસ્તારમાં દોઢસોથી વધુ શહેરીજનોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. જે પૈકી નવસારી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભૂરાલાલ શાહે સૌપ્રથમ વેક્સિન લઈને કાર્યક્રમની શરૂઆત કરાવી છે.

નવસારી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને જિલ્લા આરોગ્ય તંત્રએ આ મામલે સતર્કતા દાખવીને વિવિધ વિસ્તારોમાં કોરોના વેક્સિન ને લઈને કાર્યક્રમોની શરૂઆત કરી છે જે પૈકી આ આરોગ્ય વિભાગે જાગૃતિ અભિયાનની પણ શરૂઆત કરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો