તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કેસો વધતા વેક્સિનેશનને વેગ અપાશે, 1લી એપ્રિલથી 45થી ઉપરનાને વેક્સિન, 78440એ એક ડોઝ, 16172 એ બે ડોઝ લીધા

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં 1 એપ્રિલથી 45થી વધુ વયના તમામ લોકોને કોવિડ વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. આ રસી જિલ્લાના તમામ પેટા આરોગ્ય કેન્દ્ર, પીએચસી, શહેરી આરોગ્ય કેન્દ્રો, સીએચસી, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ તથા જિલ્લા હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) નવસારીમાં વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં આવેલી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સાથે જોડાયેલ 10 ખાનગી હોસ્પિટલમાં પણ રૂ. 250 લઈ વેક્સિન અપાશે.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 1લી માર્ચથી શરૂ થયેલા મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત 78440 સિનિયર સિટીઝન અને કોમોર્બિડીટી ધરાવતા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જિલ્લામાં નોંધાયેલ 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનોમાંથી 45 ટકા એ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ ઉપરાંત 16172 જણાંએ તો બંને ડોઝ પણ લઈ લીધા છે. જેમાં 9225 હેલ્થવર્કર અને 6947 ફ્રન્ટલાઈન વર્કરો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો