તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:જિલ્લામાંમાં સતત બીજા દિવસે વેક્સિનેશનનું કામકાજ ખોરવાયું

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટોક ન હોય મહત્તમ સેન્ટરો પર વેક્સિનેશન બંધ

અગાઉ કરાયેલ જાહેરાત મુજબ નવસારી જિલ્લામાં 1 મેથી 18 વર્ષ ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવાની કામગીરી તો શરૂ થઈ નથી પણ જે 45 વર્ષ ઉપરનાને વેક્સિન અપાઈ રહી હતી, તે પણ ખોરવાઈ છે.

વેક્સિનનો ડોઝ ખૂટી જતા નવસારી સહિત જિલ્લાના અનેક સેન્ટરો પર શનિવારે કોવિડ વેક્સિન આપવાની કામગીરી બંધ રહી હતી.જોકે વધુ વેક્સિનનો પુરવઠો ન આવતા રવિવારે તો એથીય સ્થિતિ વધુ બગડી હતી. શનિવારે તો કેટલાક સેન્ટરો કે જ્યાં, થોડી વેક્સિન હતી ત્યાં ડોઝ અપાયા હતા તે પણ શનિવારે પુરી થઈ ગઈ અને નવા ડોઝ ન આવતા રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ થઈ હતી. નવસારી, વિજલપોર શહેરમાં કુલ 4 અર્બન હેલ્થ સેન્ટરો સહિત જિલ્લામાં મહત્તમ સેન્ટરો પર વેક્સિનેશન બંધ રહ્યું હતું.

જિલ્લાને વેક્સિનનો વધુ સપ્લાય ક્યારે?
સામાન્યતઃ વેક્સિન પુરી થવા આવે તે અગાઉ સ્ટોક આવી જતા મુશ્કેલી પડતી ન હતી, જ્યારે હાલ તો સ્ટોક પૂરો થયો છતાં નવો સપ્લાય આવ્યો નથી રવિવારે સાંજ સુધી સપ્લાય આવ્યો ન હતો. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષ ઉપરનાને વેક્સિન આપવાની શરૂઆત થયા બાદ સમસ્યા સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો