તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:નવસારી જિલ્લામાં વેક્સિનેશન બંધ, ડોઝ ખૂટી પડ્યો

નવસારી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોવિડ વેક્સિનનો સ્ટોક પૂરો થવા આવ્યો છતાં વધુ વેક્સિન ન આવતા 45+ને વેક્સિન આપવામાં સમસ્યા ઉદભવી
 • નવસારી અને વિજલપોરના 3 અર્બન હેલ્થ સેન્ટર સહિત જિલ્લાના અનેક સેન્ટરો ઉપર શનિવારે વેક્સિનેશનની કામગીરી ઠપ થઇ

નવસારી સહિત જિલ્લામાં અનેક સ્થળોએ કોવિડ વેક્સિનના ડોઝ પુરા થઈ નવા ડોઝ ન આવતા શનિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી. વેક્સિન લેવા સેન્ટર ઉપર ગયેલા ઘણા નિરાશ થયા હતા.હાલ કોરોનામાં બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે ત્યારે આ મહામારીથી બચવા લોકોને વેક્સિનેશન જરૂરી બન્યું છે.

સરકાર પણ વેક્સિનેશન કરાવવા અપીલ કરી રહી છે. જોકે નવસારી જિલ્લામાં શનિવારે ઘણા લોકો વેક્સિન મુકાવવા માંગતા હતા પરંતુ અનેક વેક્સિનેશન સેન્ટર પર (બધા નહીં)વેક્સિનેશન કામગીરી જ બંધ રહી હતી. મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં દર એક બે દિવસે વેક્સિનનો જથ્થો આવતો રહે છે,જોકે વેક્સિનનો જથ્થો પૂરો થઈ રહ્યો છતાં નવો જથ્થો ન આવતા મુશ્કેલી સર્જાઈ હતી અને અનેક સેન્ટરો ઉપર ડોઝ ન હોય વેક્સિનેશન થઈ શક્યું ન હતું.

નવસારીના ત્રણમાંથી બે અર્બન હેલ્થ સેન્ટર પુષ્પક સોસાયટી સ્થિત અને રૂસ્તમવાડી સેન્ટર પર શનિવારે વેક્સિનેશન બંધ રહ્યું હતું. વિજલપોરના અર્બન સેન્ટર પર પણ બંધ રહ્યું હતું. માત્ર શહેરી જ નહીં જિલ્લામાં જલાલપોર, ચીખલી,.ખેરગામ વગેરે તાલુકાના પણ કેટલાય સેન્ટરો પર ડોઝ ઉપલબ્ધ ન હોવાથી શનિવારે વેક્સિનેશન કામગીરી થઈ ન હતી.

રાજ્યના 10 જિલ્લામાં નવસારીનો સમાવેશ ન થતાં 18+નું વેક્સિનેશન નહીં
1લી મેથી 18થી 45 વર્ષ વચ્ચેના લોકોને પણ કોવિડ વેક્સિન આપવાની જાહેરાત કરાઈ હતી. જોકે બાદમાં રાજ્ય સરકારે રાજ્યના 10 જિલ્લામાં જ 18થી ઉપરનાને હાલ વેક્સિન આપવા નિર્ણય લીધો. આ 10 જિલ્લામાં નવસારીનો સમાવેશ નહીં થતા અહીં 18+નું વેક્સિનેશન 1લી મેથી શરૂ થયું ન હતું. વેક્સિનેશન શરૂ ન થતાં 18 થી 45 વય વચ્ચેના લોકોમાં ભારે નિરાશા વ્યાપી છે. ઘણાં લોકો હાલના વધેલા કેસને ધ્યાને લઇ વેક્સિન મૂકાવવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, તેના માટે 18+ના યુવાનોએ હજુ રાહ જોવી પડશે.

45+ને હવે બીજો ડોઝ આપવાનો શરૂ
સરકારે 1લી એપ્રિલથી 45 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવાની શરૂઆત કરી હતી. આ ઉંમરના જૂથમાં જેઓએ 1લી એપ્રિલના અરસામાં જ પહેલો ડોઝ લઈ લીધો હતો. તેમના બીજા ડોઝની મુદત આવી ગઈ છે, આ વર્ગના લોકો બીજો ડોઝ મુકાવવા જઈ રહ્યા છે.

18+નું વેક્સિનેશન શરૂ થતાં અસર?
ડોઝ ખૂટી જવાને કારણે શનિવારે જિલ્લાના અનેક સેન્ટરો ઉપર વેક્સિનેશન થઈ શક્યું ન હતું. પ્રશ્ન એ છે કે નવસારીને સમયસર વેક્સિનનો જથ્થો કેમ ન મળ્યો ? અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 જિલ્લામાં 18 ઉપરનાનું વેક્સિનેશન થઈ રહ્યું છે. તેથી ત્યાં વધુ ડોઝની જરૂર હોય ડોઝ ખૂટી તો ન ગયો ને? એવું પણ ચર્ચાય રહ્યું છે.3

નવસારીમાં સંક્રમણ વધતા લોકો વેક્સિનેશન કરાવવા તલપાપડ
શરૂઆતના દિવસો કરતા હાલના દિવસોમાં વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતિ વધી છે. અગાઉ પોઝિટિવ કેસો પ્રમાણમાં ઓછા હતા, પરંતુ હાલના દિવસોમાં કેસોના પ્રમાણમાં ભારે વધારો થતાં જે લોકો વેક્સિનેશનથી દૂર ભાગતા હતા તેઓ પણ કોવીડથી સુરક્ષિત થવા વેક્સિન લેવા તરફ વળી રહ્યા છે. જેમણે પહેલો ડોઝ લીધો છે તેઓ બીજા ડોઝ મૂકાવવા તલપાપડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો