મન્ડે પોઝિટિવ:57464 બાળકોને કોવિડ રક્ષિત કરવા આજથી રસીકરણ શરૂ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ 10 હજારના રસીકરણનો અંદાજ, કો-વેક્સિન રસીનાે બીજો ડોઝ એક મહિના પછી અપાશે
  • નવસારી​​​​​​​ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં કોરોનાના સતત વધતા સંક્રમણ વચ્ચે 15થી 18 વર્ષ સુધીના બાળકોને રસીનો પહેલો ડોઝ અાપવામાં આવશે

વિદ્યાર્થીઓના વધતા સંક્રમણ વચ્ચે નવસારી જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના 57400 જેટલા બાળકોને કોવિડ રસી આપવાની શરૂઆત થશે. હાલના દિવસોમાં નવસારી જિલ્લામાં 18 વર્ષથી ઓછી વયના બાળકો પણ અનેક કોરોના સંક્રમિત થયા છે. બાળકોને રસી અપાઈ ન હોય તેમના સંક્રમણનો ભય પણ વધ્યો છે.

આ સ્થિતિ વચ્ચે સરકારની જાહેરાત મુજબ હવે બાળકોને કોવિડ રસી આપવાની શરૂઆત નવસારી જિલ્લામાં પણ થઈ રહી છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં 15થી 18 વર્ષ વચ્ચેના 54 હજાર જેટલા બાળકો છે. જે મહત્તમ માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે. જેને લઈને સરકારે સોમવારથી વિવિધ શાળાઓમાં 3 જાન્યુઆરી ને સોમવારથી રસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. દરરોજ અંદાજે 10થી11 હજાર બાળકોને રસી અપાશે. બાળકોને કોવેક્ષીન રસી આપવામાં આવશે અને તેનો બીજો ડોઝ પહેલો ડોઝ લીધાના એક મહિના પછી આપવામાં આવશે. રસીકરણ જિલ્લાના 6 તાલુકાની 250 શાળાઓમાં કરવામાં આવશે.

7મી સુધીમાં જ મહત્તમ રસીકરણનો લક્ષ્યાંક
સોમવારથી શરૂ થનાર 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ ઝડપી કરાશે. મળતી માહિતી મુજબ રોજ 10 હજાર ને રસી અપાશે અને મહત્તમ બાળકોને 7 જાન્યુઆરી સુધીમાં રસી આપી દેવાશે. 35 હજાર રસીનો જથ્થો તો આવી પણ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે બાળકોના જ ઝડપી રસીકરણ માટે આરોગ્ય િવભાગે એની ટીમોને તૈયાર કરી દીધી છે. 7 જાન્યુઆરી બાદ ખૂબ જ ઓછા બાળકોનું રસીકરણ બાકી રહેવાનો અંદાજ છે.

સ્કૂલે ન જનાર તરુણને પણ રસી
જિલ્લામાં 15થી 18 વર્ષ વચ્ચે જે 57464 બાળકો હોવાનો અંદાજ કઢાયો છે તેમાં મહત્તમ શાળાઓમાં અભ્યાસ કરે છે. તેમને તો શાળાઓમાં રસી અપાશે જ પણ ત્રણેક હજાર ભણતા નથી. આ બાળકોને પણ નજીકની સ્કૂલ યા આરોગ્ય કેન્દ્રો ઉપર રસી આપવાની વ્યવસ્થા કરાશે.

આ વય ગૃપના 15 બાળકો સંક્રમિત
નવસારી િજલ્લામાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 18 વર્ષથી નીચેની વયના અનેક બાળકોના કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 15 થી18 ઉપરાંત 15 થી ઓછી વયના બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માિહતી મુજબ છેલ્લા 28 દિવસમાં જિલ્લામાં 15 થી18 વય વચ્ચેના 15 બાળકોનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે મહદઅંસે શાળાએ જાય છે.

ડાંગ િજલ્લાનાં અંદાજે 13 હજાર બાળકોનું પણ આજથી રસીકરણ
નવસારીને અડીને આવેલ ડાંગ િજલ્લામાં પણ 15 થી18 વર્ષના બાળકોનું રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થશે. મળતી માિહતી મુજબ િજલ્લાના અંદાજે 13 હજાર બાળકોને કોવિડ રસી આપવા માટે 72 જેટલી શાળા કોલેજોમાં વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. મહત્તમ બાળકોને શક્યતઃ પ્રથમ દિવસે જ રસી આપી દેવાશે. જે માટે પુરતા ડોઝ પણ આવી ગયાનું જાણવા મળ્યું છે.

​​​​​​​બાળકોના રસીકરણ માટે ડાંગ િજલ્લા આરોગ્ય િવભાગે 96 જેટલી ટીમોને તૈયાર રાખી છે. ડાંગમાં જે બાળકો શાળાએ જતાં નથી તેમને પણ કોવિડ રક્ષિત કરવા રસી આપવામાં આવશે. તેમને પણ સ્કૂલમાં યા જરૂર પડ્યે ઘરે પણ રસી અાપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે અન્ય િજલ્લાની સરખામણીમાં ડાંગ િજલ્લામાં કોવિડના કેસો ઓછા છે, અહીં િવદ્યાર્થીઓમાં પણ સંક્રમણનું પ્રમાણ હાલ સુધી તો ઓછું જણાયું છે.

અન્ય સમાચારો પણ છે...