તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:નવસારી જિલ્લામાં શુક્રવારે 18+માં 4702 જણાંનું રસીકરણ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારીમાં 1443 જ્યારે ખેરગામમાં 199ને ડોઝ અપાયા

નવસારી જિલ્લામાં શુક્રવારે 18+માં ઓનલાઈનની સાથે ઓનસ્પોટ વેક્સિનેશન મળી કુલ 4702 જણાને રસી અપાઈ હતી. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે 18થી 45 વર્ષની વયના યુવાનોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓનસ્પોટ રજીસ્ટ્રેશન પણ કરી રસી આપવાની શરૂઆત કરાઈ છે.

ગુરુવારે ઓછી સંખ્યામાં રસીકરણ થયા બાદ શુક્રવારે વધારો થયો હતો. જિલ્લામાં શહેર અને ગામડા મળી શુક્રવારે 4702 જણાને પહેલો ડોઝ અપાયો હતો. જેમાં તાલુકાવાર રસીકરણ જોતા નવસારીમાં 1443, જલાલપોરમાં 817, ગણદેવીમાં 1175, ચીખલીમાં 750, ખેરગામમાં 199 અને વાંસદા તાલુકામાં 326 જણાને રસી અપાઈ હતી. શહેરોના સેન્ટરો પર જોકે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી જ રસીકરણ કરાયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં 18થી 45 વય સુધીમાં અંદાજીત 6.32 લાખ લોકો છે ત્યારે હાલ સુધીમાં 61664 જણાએ પહેલો ડોઝ લેતા 9.75 ટકાએ રસી લીધી છે એમ કહી શકાય. આગામી21 જૂનથી રસીકરણની સંખ્યામાં વધુ વધારો થવાની શકયતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. રસીકરણના કેન્દ્રો પણ વધવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...