તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન બંધ:નવસારીમાં મંગળવારે 4506નું રસીકરણ, આજે રસીકરણ બંધ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણમાં યુવાનો અગ્રેસર રહ્યાં, 2475ને વેક્સિન

નવસારી જિલ્લામાં મંગળવારે કુલ 4506 જણાને રસી અપાઈ હતી.બુધવારે રસીકરણ બંધ રહેવાની જાહેરાત કરાઈ છે.

બુધવારે જે રસીકરણ કરવામાં આવ્યું હતું તેમાં 18+ના 2475 યુવાનોને રસી અપાઈ હતી,અન્ય રસી 45+, 60+ વગેરેને આપવામાં આવી હતી. જે કુલ રસીકરણ થયું તે તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1246, જલાલપોરમાં 823, ગણદેવીમાં 775, ચીખલીમાં 702, ખેરગામમાં 300 અને વાંસદામાં 660 જણાને રસી મુકાઈ હતી.18+મા મહત્તમ રસીકરણ પહેલા ડોઝનું થયું હતું તો 45+માં બીજા ડોઝનું રસીકરણ પણ સારું કરવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે પ્રમાણમાં ઓછું રસીકરણ થયા બાદ બુધવારે તો બિલકુલ જ રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે મમતા દિવસ હોય છે અને તે અંતર્ગત આરોગ્ય વિભાગનો સ્ટાફ અન્ય રસીકરણ વગેરે કામગીરી કરતો હોય છે જેને લઈને પણ રસીકરણ બુધવારે બંધ રખાયાની એક બહાર આવી છે. જોકે કેટલાક જાણકાર પૂરતા ડોઝ ન હોવાનું પણ કારણ આગળ ધરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં યુવાનોએ રસીકરણમાં ભારે જોમ દાખવ્યું છે અને સૌથી આગળ રહીને રસી લઇ રહ્યા છે. હવે બુધવારે મમતા દિવસના કારણે આરોગ્યનો તમામ સ્ટાફ મમતા દિવસની કામગીરીમાં જોડાશે ત્યારે કોવિડ-19 વેક્સિનેશન નહીં કરાય.આગામી દિવસોમાં તે રાબેતા મુજબ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...