તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ અભિયાન:નવસારી જિલ્લામાં 5 દિવસમાં 18+ના 18733 નું વેક્સિનેશન

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7.50 લાખ લોકોનું રસીકરણ અભિયાન

નવસારી જિલ્લામાં 5 દિવસમાં 18733 લોકોને કોવિડ વેક્સિન અપાઈ હતી. 1 એપ્રિલથી 45+ના લોકોને રસી આપવાની શરૂ થઈ હતી. મોડે મોડે 4 જૂનને શુક્રવારથી 18થી 45 વર્ષ સુધીની વયના લોકોને વેક્સિન આપવાનો પારંભ થયો હતો. રોજ 20 જેટલા રસીકરણ સેન્ટરો ઉપર 200-200 રસી આપવાનો ટાર્ગેટ રખાયો છે.

જોકે આ રસીકરણમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારાને જ રસી અપાઈ રહી છે. મંગળવારે આ રસીકરણને 5 દિવસ પુરા થયા છે તે દરમિયાન જિલ્લામાં 20 હજારના ટાર્ગેટ સામે 18733 લોકોને રસી આપી શકાઇ છે. 1267 લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં ગેરહાજર રહ્યા હતા. મંગળવારે જિલ્લામાં 3761 લોકોને વેક્સિન અપાઈ હતી. જિલ્લામાં 18થી 45 વર્ષ વચ્ચે અંદાજીત 7.50 લાખ (અડધી વસતિ) લોકો છે. જેથી આ વર્ગનું રસીકરણ વધુ લાબું ચાલે એમ છે.

અન્ય સમાચારો પણ છે...