તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ગ્રામ્ય સેન્ટરોમાં હવે ઓનસ્પોટ રજીસ્ટ્રેશનથી 18+નું રસીકરણ, ઓનલાઈન રજીસ્ટ્રેશનથી પણ વેક્સિનેશન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લાના ગામડાના કેટલાક સેન્ટરો પર 18+નું રસીકરણ ઓનલાઈન સાથે ઓનસ્પોટ રજીસ્ટ્રેશનથી પણ શરૂ થયું હતું. ઓનસ્પોટ રસીકરણથી યુવાનોમાં ઝ‌ડપથી કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે.4 જૂનથી શરૂ થયેલ 18+ના રસીકરણમાં નવસારી જિલ્લાના શહેરો અને ગામડામાં માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારને જ રસી અપાતી હતી. જેમાં ગામડાના લોકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ખૂબ જ ઓછું થતા ગામડાના સેન્ટરો ઉપર પણ મહત્તમ રસીકરણ સ્થાનિક લોકોની જગ્યાએ બહારના યા શહેરના લોકોનું જ થઈ રહ્યું હતું.

આ બાબત ધ્યાન ઉપર આવતા ગામડાના સેન્ટરો ઉપર ઓનલાઈનની સાથે ઓનસ્પોટ રજીસ્ટ્રેશન પણ કરી રસીકરણ કરવાના દિશાનિર્દેશ આવતા જિલ્લામાં થોડી સંખ્યામાં ઓનસ્પોટ રજીસ્ટ્રેશન કરી રસીકરણ કરવાની શરૂઆત થઈ છે.જોકે શહેરોના સેન્ટરોમાં તો માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશનથી જ રસીકરણ થઈ રહ્યું છે. જિલ્લામાં ગુરુવારે 18થી 45 વર્ષની વયના 1786 લોકોનું રસીકરણ થયું હતું,જેમાં ચીખલી, ખેરગામ, જલાલપોર તાલુકા વગેરેમાં કેટલાક લોકોનું ઓનસ્પોટ રજીસ્ટ્રેશનથી રસીકરણ કરાયું હતું. હાલ સુધીમાં કુલ રસીકરણ 56962 થયું છે.

અન્ય સમાચારો પણ છે...