તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:11મીએ રેકર્ડબ્રેક 6 અને 13મીએ 7 મૃત્યુ છતાં મે માસમાં રસીકરણ 44 ટકા ઘટાડાયું

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેટલાક જિલ્લામાં 18 વર્ષ ઉપરનાનું રસીકરણ 1લી મે થી શરૂ કરાયા બાદ ડોઝ ખૂટયાં, 45 ઉપરની વયના લોકો અટવાયા
  • નવસારી જિલ્લામાં એપ્રિલમાં જ્યાં રોજના સરેરાશ 5000 રસી મુકાઇ ત્યાં મે મહિનામાં સરેરાશ માત્ર 2800 ડોઝ જ મૂકી શકાયા

નવસારી જિલ્લામાં કોરોનાએ એપ્રિલ બાદ મે મહિનામાં પણ કહેર વરસાવ્યો છે. 11મીએ રેકર્ડબ્રેક 6 અને 13મીએ 7 મૃત્યુ સત્તાવરા નોંધાયા છે. ત્યારે જ રસીકરણમાં એપ્રિલની સરખામણીએ મેમાં 44 ટકા જેટલો ભારે ઘટાડો થયો છે.નવસારી જિલ્લામાં પણ કોવિડ રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું હતું. પ્રથમ હેલ્થવર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન અપાયા બાદ 60 વર્ષ ઉપરની વયના અને બાદમાં 45 વર્ષ ઉપરની વયના માટે રસીકરણ શરૂ કરાયું હતું.જિલ્લામાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં ભારે વધારો થયો હતો, જેને લઈને કોવિડથી રક્ષણ મેળવવા લોકોમાં વેક્સિનની ભારે માગ ઉભી થઇ હતી.

એપ્રિલ મહિનામાં તો રસીકરણની સંખ્યા ખાસ ઓછી ન હતી પણ જ્યારે મે મહિનામાં ડિમાન્ડ વધી ત્યારે જ રસીકરણમાં ભારે ઘટાડો કરી દેવાયો. ગુજરાત સરકારના રેકર્ડ મુજબ 18થી 30 એપ્રિલના 13 દિવસમાં જ્યાં 64754 રસી અપાઈ હતી, સામે મે મહિનાના 13 દિવસમાં 36458 જ રસી અપાઈ છે. આમ રસીકરણમાં 44 ટકા જેટલો ભારે ઘટાડો કરાયો છે. ખાસ કરીને 45 ઉપરની વયનાને પહેલો તથા બીજો ડોઝ લેવામાં મુશ્કેલી પડી છે. કેટલાક જિલ્લામાં 1 મેથી 18 ઉપરની વયનાનું રસીકરણ શરૂ કરાયા બાદ નવસારીના રસીકરણની સંખ્યામાં ભારે ઘટાડો કરાયો છે.

સરકારના રેકર્ડે નવસારીનું રસીકરણ

એપ્રિલરસીકરણમેરસીકરણ
18536311691
19658321464
20388331550
21613244215
22307051585
23561062237
24549271064
25448188029
2625289596
27547610569
282601118473
294763121916
308772133069
કુલ64754કુલ36458

હાલ ત્રણ દિવસ રસીકરણ બંધ

જ્યાં વધુ રસીકરણની માગ થઇ રહી છે ત્યાં રાજ્યના અન્ય જિલ્લાની જેમ જ નવસારી જિલ્લામાં પણ હાલ 14થી 16 મે દરમિયાન ત્રણ દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. રસીકરણ બંધ રાખવા પાછળ ‘સોફ્ટવેર અપડેશન’ કારણ આપવામાં આવ્યું છે.

કુલ વસતિના 7.47 ટકાએ બે ડોઝ લીધા
નવસારી જિલ્લામાં અઢી લાખ જેટલા લોકોએ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. જ્યારે તેમાંથી બે ડોઝ લેનારા 1.12 લાખ જણાં છે. જિલ્લાની હાલની અંદાજિત 15 લાખની વસતિને ધ્યાને લેતા તેમાંથી 7.46 ટકાએ બે ડોઝ લીધો છે એમ કહીં શકાય.

અપૂરતા ડોઝથી કતાર, ઝઘડા
આમ તો રસીકરણ શરૂ થયું ત્યારથી વેક્સિનેશન સેન્ટર પર મોટી કતાર ખાસ લાગતી ન હતી. ઝઘડા પણ ન હતા પરંતુ કેસો વધતા લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ વધી પરંતુ સામે ડોઝ ન હોવાથી કેટલાક સેન્ટર પર ઝઘડા પણ થયા હતા. શહેરી સેન્ટરો પર કતાર પણ લાગતી હતી.

45 ઉપરના 1.32 લાખનો બીજો ડોઝ હજુ બાકી
નવસારી જિલ્લામાં મહત્તમ હેલ્થવર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોએ તો વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. જોકે 45 વર્ષ ઉપરના ઘણાંનો બીજો ડોઝ બાકી છે. 45 ઉપરના અંદાજે 2.23 લાખ જણાંએ તો એક ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 91 હજારે જ લીધો છે. હજુ 45 ઉપરની વયના 1.32 લાખ લોકોનો બીજો ડોઝ બાકી છે. ઘણા લાેકાે બીજા ડાેઝની રાહ જાેઇ રહ્યાં છે. હાલ અપૂરતી રસીના કારણે બીજાે ડાેઝ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...