બાળકોનું રસીકરણ:જિલ્લામાં બે દિવસમાં 30 હજારથી વધુ બાળકોને રસી

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15થી 18 વર્ષના બાળકોનું ચાલતું રસીકરણ
  • મંગળવારે પણ 14021 બાળકોનું રસીકરણ

નવસારી જિલ્લામાં મંગળવારે પણ 15થી 18 વર્ષ વચ્ચેના વધુ 14021 બાળકોને કોવિડ રસી આપવાની સાથે બે જ દિવસમાં 30 હજારની પહેલો ડોઝ આપી દેવાયો છે. સોમવારથી નવસારી જિલ્લામાં પણ 15થી 18 વર્ષ વચ્ચેના બાળકોને કોવિડ રસી આપવાની શરૂઆત કરાઈ હતી અને પ્રથમ દિવસે જ 16819 ને રસી આપી દેવાઈ હતી.

મંગળવારે વધુ 14021 બાળકોને રસી અપાઈ હતી,જેમાં 12415 બાળકો સ્કૂલે જતા અને 1606 બાળકો સ્કૂલે જતા ન હતા. તાલુકવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 3660, જલાલપોરમાં 2422,ગણદેવીમાં 2405, ચીખલીમાં 2753, ખેરગામમાં 744 અને વાંસદા તાલુકામાં 2037 બાળકોને રસી અપાઈ હતી.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 15થી 18 વર્ષ વચ્ચેના અંદાજે 57465 બાળકો છે ત્યારે તેમાંથી 30 હજારથી વધુ ને તો બે જ દિવસમાં રસી આપી દેવાઈ છે.મંગળવારે પણ રસીના લક્ષ્યાક કરતા 9 ટકા વધુ રસીકરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...