તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ તંત્ર એક્શનમાં:ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગ બંધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીની તાકીદ

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરેક શાળામાં ઓનલાઈન ચાલુ રાખવા સૂચના

નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા અને સરકારના દિશાનિર્દેશ શિક્ષણ વિભાગે ધો. 1થી 9ના ધોરણનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપી હોવા છતાં જિલ્લાની કેટલીક શાળાઓએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. આ બાબત જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાને આવતા જ જિલ્લાની તમામ ખાનગી-સરકારી શાળાઓનું ધો. 1થી 9નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરી ઓનલાઈન ચાલુ રાખવા સૂચના આપી છે.

નવસારી જિલ્લામાં શિક્ષણાધિકારી કચેરીએ શિક્ષણ વિભાગનો ધો. 1થી 9ના વર્ગ બંધ કરવા અંગેનો પરિપત્ર નહીં મળતા શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું. કેટલીક શાળાઓમાં પરિપત્ર ન મળતા શૈક્ષણિક કાર્ય પોતાની રીતે ચાલુ રાખતા વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા. બાળકોના ભવિષ્યને લઈને વાલીઓની ચિંતા પણ વધી હતી. જોકે હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ શિક્ષણ વિભાગનો પરિપત્ર આવી જતા તમામ ધો. 1થી 9ના વર્ગ બંધ કરવા જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરીએ સૂચના આપી છે.

સૂચના બાદ પણ જો શૈક્ષણિક કાર્ય ચાલુ રખાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ જિલ્લા શિક્ષણાધિકારીએ આપી છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવા તાકીદ પણ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા તમામને સાવચેતી રાખવા અને સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે. નવસારી જિલ્લામાં દિવસે દિવસે કાેરાેનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે બાળકાેને ભવિષ્યને ધ્યાનમાં લઇ અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે માટે અગાઉની માફક શાળામાં આેનલાઇન વર્ગાે શરૂ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે વાલીઅાેઅે રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો