ફરિયાદોનું નિરાકરણ આવશે:નવસારીમાં આગામી 23મી માર્ચે શહેરી કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાશે

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂબરૂ અથવા ટપાલ દ્વારા 10મી માર્ચ સુધી ફરિયાદ નવસારી મામલતદારને પહોંચાડવાની રહેશે

જમીનને લગતી ફરિયાદો નિવારવા માટે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યમાં સૌ પ્રથમ મહેસુલી મેળો નવસારી ખાતે યોજ્યો હતો. જેમાં સફળતા મળતા હવે નવસારી મામલતદાર દ્વારા કોઈપણ વહીવટી ફરિયાદના નિવારણ માટે 23મી માર્ચે એક કાર્યકમ યોજાશે. જેમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા 10મી માર્ચ સુધી ફરિયાદ નવસારી મામલતદારને પહોંચાડવાની રહેશે. સાથે જ અરજી કયા વિભાગની છે તે સ્પષ્ટ જણાવવાનું રહેશે.

કેટલીક વખત વર્ષો જૂની ફરિયાદ આવેદન કે ટપાલ સ્વરૂપે મોકલતાં તે માત્ર એક કાગળ બનીને રહી જાય છે. જેથી સામાન્ય નાગ

રિકોનો તંત્ર પરથી ભરોસો ઉઠી જાય છે. ત્યારે આ ભરોસો કાયમ રહે તે માટે રાજ્ય સરકારના આદેશથી સામાન્ય લોકોની વાત સાંભળવામાં આવે તે માટે શહેરી વિસ્તારો આવા પ્રકારના કાર્યકમો આવકારદાયક નીવડે છે.

અન્ય સમાચારો પણ છે...