તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ટેબલેટથી વંચિત વિદ્યાર્થીઓમાં યુનિ.ની ઓનલાઈન પરીક્ષા આપવાની અવઢવ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના 600 વિદ્યાર્થી છેલ્લા દોઢ વર્ષથી ટેબલેટથી વંચિત રહ્યા છે

કોરોનાને લઈને વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી વાર્ષિક પરીક્ષા ઓનલાઇન લેવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો છે. જેમાં બે વર્ષથી નમો ટેબલેટ નહીં ફાળવાતા નવસારીના 600થી વધુ છાત્ર કેવી રીતે ઓનલાઇન પરીક્ષા આપશે તે બાબતે નવસારીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

નવસારીમાં વિદ્યાર્થી સંગઠનના સભ્યો દ્વારા ગુરુવારે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિને ટેબલેટ તુરંત ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું કે બે વર્ષ પહેલાં નમો ટેબલેટની યોજના હેઠળ નવસારીમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરતા 600થી વધુ છાત્ર હજુ ટેબલેટથી વંચિત રહ્યા છે.

તાજેતરમાં ઓનલાઇન અભ્યાસ સાથે ઓનલાઇન પરીક્ષાની જાહેરાત થઈ છે ત્યારે જેમની પાસે ટેબલેટ જેવા ટેકનિકલ સાધનો નહીં હોય તેઓ ઓનલાઇન પરીક્ષા કેવી રીતે આપશે. તે વિદ્યાર્થીઆે માટે વિકટ પ્રશ્ન બન્યાે છે. ટેબલેટ હોય તો ટેકનિકલ રીતે મદદ થઈ શકે.

ટેકનિકલ સાધન તરીકે ટેબલેટ મહત્વનું
વિદ્યાર્થી સંગઠન દ્વારરા વિદ્યાર્થીઓને છેલ્લા દોઢ વર્ષથી ટેબલેટ નહીં મળતાં તેમજ વિદ્યાર્થીઓ પાસે ટેકનિકલ સાધન જ નહીં હોય તો ઓનલાઈન પરીક્ષા કેવી રીતે આપશે તેવી સમસ્યાઓ જણાવી વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે ટેબલેટ ઉપલબ્ધ કરાવવા બાબતે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિને કોરોનાના કારણે પોસ્ટથી આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. > નીરજ ઝા, સભ્ય, વિદ્યાર્થી સંગઠન નવસારી

અન્ય સમાચારો પણ છે...