કમોસમી વરસાદ:નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માહોલ, ખેડૂતોની હાલત કફોડી

નવસારીએક વર્ષ પહેલા
રાત્રી દરમિયાન ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો - Divya Bhaskar
રાત્રી દરમિયાન ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
  • બે દિવસથી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી માવઠાંનો માહોલ રહેવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે બેવડી ઋતુના કારણે શહેરીજનોને પણ બીમારીનો ભય સતાવી રહ્યો છે. નવસારી જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવારે 6 વાગ્યે વિરામ લીધો હતો. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. રાત્રી દરમિયાન ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

નવસારી-ડાંગમાં આજે પણ વરસાદની આગાહી
નવસારી જિલ્લામાં 10 અને 11 ડિસેમ્બરે ભારતીય મોસમ વિભાગે વરસાદની આગાહી કરી હતી, જે મુજબ પડ્યો પણ હતો. હવે 12મીએ પણ નવસારી અને ડાંગ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગે કરી છે.

12મીએ પણ નવસારી અને ડાંગ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી
12મીએ પણ નવસારી અને ડાંગ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી

પાકમાં ફુગ અને જીવાત વધવાની શક્યતા
કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને ઘાસના પૂરેટીયા તથા ભીંડા અને આંબા પર આવતા મોરવાને નુકસાન થઇ શકે છે. આ કમોસમી વરસાદથી ચીકુનો પાક મોડો થશે, જેથી ભાવ ગગડશે. કેરીમાં તો ફલાવરીંગ હજુ વધુ નથી પરંતુ વાતાવરણમાં બદલાવ આવે, ‘મોસ્ચર’ વધે તો તેમાં પણ ફૂગ, જીવાત વધશે. શાકભાજીના પાકમાં પણ જીવાત વધશે. ભાતમાં ધરુ નાંખેલ હોય તો ગ્રોથ ધીમો થશે.

રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ

નવસારી7 મિ.મિ.
જલાલપોર17 મિ.મિ.
ગણદેવી1ઇંચ
ચીખલી1.5 ઇંચ
વાંસદા14 મિ.મિ.
ખેરગામ1.5 ઇંચ
અન્ય સમાચારો પણ છે...