લાઈવ ચોરી અને રેડ:બોલીવુડ ફિલ્મોથી વિપરીત પોલીસે ઘરફોડ ચોરી કરતા ચોરને પકડી પાડ્યો, પોલીસને જોઈ એક ભાગી છૂટ્યો, એક ઝબ્બે

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મોમાં મોટેભાગે પોલીસ ગુનો થયા બાદ આવતી હોય તેવું વર્ષોથી બતાવવામાં આવે છે પરંતુ આ મહેણું નવસારી પોલીસે ભાંગી નાખ્યું છે કારણ કે ખેરગામમાં ઘરમાં લાઈક ચોરી થતી હતી અને પાડોશીને તેની જાણ થતા તાત્કાલિક પોલીસને બોલાવતા પોલીસે એક આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો હતો.

રૂમલા નજીકના બરડીપાડામાં બંધ ઘરમાં ચોરી કરવા ઘુસેલા ચોર ને સ્થાનિક લોકોની જાગૃકતા તથા પોલીસની સતર્કતા અને ત્વરીત એક્શનમાં આવી ટીમવર્કથી રીઢા ઘરફોડ ચોરને લાઈવ ઘરફોડ ચોરી કરતા ૨ેડહેન્ડેડ ખેરગામ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પાડોશીઓની સતર્કતાથી ચોર પકડાયો
બરડીપાડામાં નરેશભાઇ ગાંવિતના બંધ મકાનમાં બપોરના સમયે શંકાસ્પદ હિલચાલ થતી હોવાનું તેમની બાજુમાં રહેતા ભરતભાઇ ગાંવિતને જણાતા તેમણે ખેરગામ PSI જે.વી.ચાવડાને ટેલિફોનીક જાણ કરતા તેમણે તાત્કાલિક રુમલા ચોકીના હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઇ તથા પી.સી.આર ઇન્ચાર્જ એએસઆઇ સુરેશભાઇને જાણકારી આપી સ્થળ પર રવાના કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી હતી. પોલીસે રહેણાંક ઘરની ખાત્રી કરતા ઘરનો પાછળનો દરવાજો બાકોરુ પાડી ખોલી નાખેલી હાલતમાં ખુલ્લો હોવાનું જણાય આવ્યું હતું.

પોલીસ ઘરમાં અંદર પ્રવેશી નીચેના માળેથી ચોર ઇસમને લાઈવ ઘરફોડ ચોરી કરતા રેડ હેન્ડેડ પકડી પાડ્યો હતો. આ દરમિયાન બીજો એક ચોર ઘરના પ્રથમ માળે હોવાથી તે ઘરના ધાબા ઉપર ચઢી ત્યાંથી નળીયાના ભાગે નીચે કૂદી ભાગી ગયો હતો. પકડાયેલ ચોર સંદિપભાઇ પટેલએ ઘરમાંથી ચોરી કરેલા ચાંદીના સાંકળા, બે મોબાઇલ તથા એકટીવા અને રોકડ રકમ રૂ. 200 તથા લોખંડની એક મોટી પરાઇ સાથે પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથેના નાસી જનાર અન્ય ઇસમને ઝડપી પાડવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે.

આ બનાવની તપાસ પીએસઆઇ એસ.એસ.માલ કરી રહ્યા છે.પોલીસે ચોર ઇસમની પુછપરછ કરતા તથા ગુજરાત પોલીસની FACETAGR એપ્લીકેશન તથા ઈ - ગુજકોપ એપ્લીકેશન મારફતે ખાત્રી કરતા આરોપીના બીજા પણ ગુના જણાય આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...