તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેતુરૂપ સેવા:નવસારી સિવિલમાં યુવાઓનો અનોખો સેવાયજ્ઞ, પરિવારજનની માફક દર્દીઓની કરી રહ્યા છે સેવા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો કોલ કરી દર્દીઓની તેના પરિજનો સાથે કરાવે છે વાતચીત
  • PPE કીટ પહેરી નિઃસ્વાર્થ ભાવે કરે છે સેવા

છેલ્લા એક વર્ષ થી નવસારી સિવિલને કોવિડ હોસ્પિટલ માં ફેરવવામાં આવી છે જ્યાં જિલ્લાના અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની સેવામાં સ્વયંસેવી સંસ્થાના 20 યુવાનોની ટીમ જોડાઇ છે. સિવિલમાં દાખલ દર્દીઓને ટિફિન નાસ્તો અને જ્યુસ પહોંચાડવાથી લઈને કોરોના સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ ક્રિયા સુધી તેઓ સેવાકાર્ય બજાવી રહ્યા છે. 'સેવા પરમો ધર્મ' સૂત્ર આત્મસાત કરીને 20 યુવાનોની ટીમ અવિરત પણે સેવા કાર્ય કરી રહી છે.

કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓના સગાને પ્રવેશ અપાતો નથી તેવા સંજોગોમાં દાખલ દર્દીઓ ને પરિવારને જોવાની અને વાતચીત કરવાની ઈચ્છા હોય છે પોતાના પરિવારના સભ્યોને જોઇ ન શકવાથી સંભવિત રીતે બીમારીમાં વધારો પણ થાય છે એવા સંજોગોમાં ગરીબ પરિવારો કે જેમની પાસે સ્માર્ટફોન ની સુવિધા ઉપલબ્ધ નથી તેવા લોકોને પણ આ યુવાનોની ટીમ મદદે આવી છે .

આ યુવાનો દર્દીઓને તેમના પરિવાર સાથે વિડીયો કોલ કરીને વાત ચીત કરાવે છે જેથી પરિવારથી વાત કર્યા બાદ દર્દી અને પ્રોત્સાહન અને હૂંફ મળે છે અને તમને સાજા થવાની એક આશા જાગે છે.સ્વયંસેવી યુવાનોની આ ટીમ પી.પી.ઇ કીટ પહેરીને કોરોના થી ડર્યા વિના કોરોના વોર્ડમાં સેવા કાર્ય કરી રહ્યા છે ક્યારેક નાની વયના દર્દીઓનું મૃત્યુ થતાં પરિવારો કાળજુ કંપાવી જાય તે હજી આક્રંદ કરે છે ત્યારે સ્વયંસેવી સંસ્થા ના યુવાનો પણ કાળજું કઠણ રાખીને સેવાકાર્ય યથાવત રાખ્યું છે.

કોરોના દવાની સાથે સાથે હું પ્રેમ અને પ્રોત્સાહનથી પણ સાજો થાય છે ત્યારે સમાજમાં સ્વયંસેવી સંસ્થા ના યુવાનો અને કાર્યકરો થકી આપણે વહેલી તકે આ કાળમુખા કોરોનાને ભારતમાંથી જાકારો આપવામાં સફળ રહેશો તેવી વાત છે સ્વયંસેવી સંસ્થાના યુવા આગેવાન મહાદેવભાઈ દેસાઈએ જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...