ચીમકી:નવસારી-વિજલપોર પાલિકાના સફાઇકર્મીઓનું પડતર માગણીઓ પૂર્ણ કરવા સીઓને અલ્ટીમેટમ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિન-15માં નિરાકરણ નહીં લવાય તો ફરિયાદ દાખલ કરવાની ચીમકી

નવસારીમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા આવીને સફાઈ કર્મીઓની રજૂઆત સાંભળીને ચીફ ઓફિસર અને પ્રમુખને ઉદ્દેશીને વિવિધ માંગ ત્વરિત પૂરી થાય તે માટે જણાવ્યું હતું.નવસારી-વિજલપોર નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો સાંભળવા માટે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા આવ્યા હતા. તેમની સમક્ષ સફાઈ કામદારોએ રજૂઆત કરી હતી. તેઓને સાંભળ્યા બાદ સ્થાનિક કમિટી મેમ્બર વિનોદ રાઠોડ, બિપીન રાઠોડ અને કામદારોએ સાથે મળી પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું કે ગુજરાત સફાઇ કામદારએ ટ્રેડ યુનિયન એક્ટ 1926 મુજબ રજીસ્ટર થયેલ છે. ગુજરાત સફાઇ કામદાર મહા મંડળમાં નવસારી નગરપાલિકામાં ફરજ બજાવતા બહુમતી સભ્યો સફાઇ કામદાર મહામંડળ સાથે જોડાયેલા છે. તેમની માંગણીનો દિન-15મા નિવારણ લાવવામાં આવે જો તેમ કરવામાં વિલંબ કરવામાં આવે તો સક્ષમ અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરવાની ચીમકી આપી હતી.

નવસારી-વિજલપોર નગરપાલિકામાં પહેલા સફાઇકર્મીઓની રેગ્યુલર રીતે નિમણૂંક કરવામાં આવતી હતી. પરંતુ તેઓ િનવૃત્ત થયા બાદ પાલિકા દ્વારા કોઇ નવી ભરતી કરવામાં આવી ન હતી. અને આ જગ્યા ઉપર હંગામી ધોરણે અને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી અન્ય સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપી દેતા સફાઇ કર્મીઓ નારાજ થયા હતા. જેને પગલે અવાર નવાર પાલિકામાં રજૂઆત કરી હતી.

કઈ કઈ માગોની રજૂઆત કરાઈ
રોજમદારોને લઘુત્તમ વેતન અને દર મુજબ દૈનિક રૂ. 452 ચુકવવામાં આવે, પીએફ કપાય, 10 લાખનો દરેક કર્મચારીનો વીમો ઉતારવામાં આવે, દરેક સફાઈ કર્મીઓને આવાસ માટે જમીનનો પ્લોટ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે, દરેક કર્મીઓને ગણવેશ, ગમબુટ, રેઇનકોર્ટની સુવિધાઓ પણ આપવામાં આવે, આઈ કાર્ડ, પગાર પાવતી, હાજરી કાર્ડ આપવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે, મુકાદમની કામગીરી પણ કરાવામાં આવે તેવી માગ લેખિતમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...