તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:રિક્ષામાં બેસાડી ચેઈન સેરવી લેનાર 2 મહિલા અને રિક્ષાચાલક ઝડપાયા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષાચાલકની તપાસમાં દાગીના મળતા ટોળકીનો પર્દાફાશ

રિક્ષામાં મુસાફર બેસાડીને તેઓને વાતચીતમાં પાડીને તેમની કિંમતી વસ્તુઓ સેરવી લેનાર રિક્ષાચાલક અને બે મહિલાની અટક કરવામાં એલસીબીને સફળતા મળી હતી. નવસારી એલસીબી પીઆઈ વી.એસ.પલાસને ઉચ્ચ અધિકારીની મિલકત સંબંધી ગુના શોધી કાઢવા માટે સુચના આપી હતી. એલસીબી પોકો અર્જુન પ્રભાકર અને હેકો નિલેશ અશોકને પેટ્રોલિંગ દરમિયાન નવસારીનાં રિંગરોડથી એક રિક્ષાચાલકની શંકાનાં આધારે તપાસ કરતા તેની પાસેથી સોનાનાં દાગીના મળી આવ્યા હતા.

મુસાફરો પાસેથી કિંમતી દાગીના સેરવી લેતા હોવાનું કબુલ્યું
પોલીસે રિક્ષાચાલક રીઝવાન રસીદ શાહ અને બે મહિલા પ્રીતિ ઉર્ફે આયેશા રીઝવાન શાહ અને સાહિસ્તા જાકીરખાન પઠાણ (તમામ રહે. લિંબાયત, સુરત)ની અટક કરી હતી જેમની પાસેથી સોનાની ચેઈન, સોનાનું મંગળસૂત્ર, સોનાનું પેન્ડન્ટ, ચાંદીની રીંગ, રોકડા રૂ. 21 હજાર અને રિક્ષા મળી કુલ રૂ. 2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓએ ઝવેરી સડક અને નવસારીનાં વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં બેસાડી મુસાફરો પાસેથી કિંમતી દાગીના સેરવી લેતા હોવાનું કબુલ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...