તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:આરક-સીસોદરા ગામથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે કેસમાં રૂ. 1.16 લાખનો દારૂ કબજે

આરક સિસોદરા ગામેથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરતા એસઓજી અને ગ્રામ્ય પોલીસને રૂ. 1.16 લાખના દારૂ ભરેલા વાહનો ઝડપવામાં સફળતા મળી હતી. પોલીસે 2 જણાંની અટક કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ફરિયાદ આપી હતી કે તેઓ આરક સીસોદરા ગામે ફરજ બજાવતા હતા ત્યારે દમણથી કાર આવતા તેમાં તપાસ કરતા વિદેશી બનાવટની કુલ બાટલી નંગ 300 કિંમત રૂ. 39600 મળી આવતા ચાલક ઉમરાવસિંહ ચુડાવત (રહે. વાઘેચ ગામ, બારડોલી)ની અટક કરી હતી. દારૂ મંગાવનારા સુરતના મધુર સિંહ અને દારૂ ભરાવી આપનારા ચીખલીનાં સિરાજને વોન્ટેડ જાહેર કરી નવસારી ગ્રામ્યના પીઆઈ પી.પી બ્રહ્મભટ્ટે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં સુરત એસઓજીનાં અહેકો શક્તિસિંહને મળેલી બાતમીને આધારે આરક ગામ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કાર (નં. GJ-16-BG-5380)માં પાસ પરમિટ વગરનો 13 પૂઠાંના બોક્સમાં 552 બોટલી વિદેશી દારૂ કિંમત રૂ.76800 મળી આવી હતી. પોલીસે કાર ચાલક વિજય પટેલ (રહે. આમોદ, ભરૂચ)ની અટક કરી હતી. તેની પૂછપરછ દરમિયાન આ દારૂ ભરાવનાર બૂટલેગર શરદ (રહે. ભીલાડ) અને દારૂ મંગાવનારા કરજણનાં વિજય અને સતીશ (રહે. આમોદ)ને વોન્ટેડ જાહેર કરી પીએસઆઈ એન.ડી ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...