નવસારી પોલીસની સતર્કતા:બોરીયાચ ટોલનાકાથી બેરીકેટ તોડી કારમાં ભાગેલા બે આતંકીઓ સીસોદ્રા પાસે ઝડપાયા!

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લઇ સલામતી ચકાસવા કરાયેલું મોકડ્રીલ

નવસારી પોલીસ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાવાની હોય ત્યાં કોઇપણ જાતની સુરક્ષા અને સલામતીમાં બાંધછોડ ન થયા તે માટે એસપી ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને અન્ય એજન્સીઓની સર્તકતાની તપાસની તૈયારી કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન સહિત અન્ય રાજ્યોના અગ્રણીઓ પણ આવનારા હોય તેની સલામતી માટે અને જો આકસ્મિક બનાવ બને તેને પહોંચી વળવા માટે એસપીએ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જેમાં બુધવારે સફેદ કલરની નંબર વગરની રીટ્ઝ ગાડી બોરીયાચ ટોલનાકાથી બેરીકેટ તોડી નવસારી તરફ હાઇવે પર જાય છે. આ બાબતની નવસારી પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ટેલિફોનિક જાણ આધારે નવસારી એસઓજી પીઆઈ અને સ્ટાફ, નવસારી એલસીબી પીઆઈ અને સ્ટાફ તથા સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી, પોલીસ સ્ટાફ, ટ્રાફિક શાખા, ક્યુઆરટી. સ્ટાફના માણસોએ સીસોદ્રા ઓવરબ્રીજની પાસે કટારીયા શો-રૂમની સામે એક નંબર વગરની રીટ્ઝ કારમાં બે ડમી આતંકવાદીઓને એક પિસ્તોલ તથા એ.કે-47 રાયફલ સાથે પકડી પાડ્યાં હતા.

આ બાબતે હાઇવે પર મોકડ્રીલ થતા વાહનચાલકોમાં ભયની લાગણી ફેલાઈ હતી પરંતુ બાદમાં આ મોકડ્રીલ હોવાનું જણાતા રાહત અનુભવી હતી. આ સમગ્ર કામગીરીમાં એસઓજી પીઆઇ કે.જી.લીંબાચીયા તથા એસઓજી સ્ટાફ, એલસીબી પીઆઇ વી.એસ.પલાસ અને ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ટ્રાફિક શાખા, ક્યુઆરટી ટીમના માણસો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી, મેડિકલ ટીમ અને ફાયર ઓફિસર નવસારી દ્વારા વાયબ્રન્ટ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઇને પણ કોઇપણ પ્રકારની જાનહાનિ કે નુકસાની થઇ ન હોવાનુ એસઓથી પીઆઇ કે.જી.લીંબાચીયાએ જણાવ્યું હતું.

મોકડ્રીલ જણાતા લોકોને હાશકારો
નવસારી પોલીસે ને.હા.નં. 48 પર બે આતંકવાદી પકડાયા છે તેવો મેસેજ છોડતા સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્રની સાથે અન્ય એજન્સીઓ પણ સર્તક થઇ ગઇ હતી. પોલીસે બે યુવાનોને હાઇવે ઉપર પકડી લેતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં આશ્ચર્યની લાગણી પ્રસરી હતી. જોકે, આ મોકડ્રીલ હોવાનું જાણ થતાં હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...