જલાલપોર તાલુકાના લીમડાચોક પર આવેલ સરદાર પટેલ વિદ્યાભવન સ્કૂલમાં 2016થી ગુજરાત સરકાર દ્વારા ઇન સ્કૂલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેમાં હેન્ડબોલ કોચ દિલીપ બહેલીયા દ્વારા હેન્ડબોલ રમતનું પ્રાથમિક પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ સરદાર પટેલ ઇન સ્કૂલ અને શાળામાંથી ખેલ મહાકુંભ હોય કે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ હોય આજ સુધી ઘણા બધા ખેલાડીઓ રાજ્યકક્ષા સુધી ભાગ લઈ ચૂક્યાં છે તેમજ 5 ખેલાડી ગુજરાત રાજયના હેન્ડબોલ ટીમમાંથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે.
બીજી યોજના એવી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની અંદર આ હેન્ડબોલ સેન્ટરમાંથી અત્યાર સુધી 40 જેટલા ખેલાડી પસંદગી પામ્યા છે અને શિક્ષણની સાથે રમતનો પ્રશિક્ષણ ત્યાં હાલ લઈ રહ્યાં છે. એજ રીતે રીતે આ ઇનસ્કૂલમાંથી હેંડબોલની શરૂઆત કરનાર બે વિદ્યાર્થિની નેન્સી શિંદે અને અંતિમાં ચૌહાણ જેઓ હાલ નવસારીમાં આવેલી ગાર્ડા કોલેજ માં અભ્યાસ કરે છે, તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહેનોની હેન્ડબોલ ટીમમાં પસંદગી પામ્યા છે. તેઓ 27 થી 29 ડિસેમ્બર મધ્યપ્રદેશમાં રમવા માટે જનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.