તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિજલપોરના યુવાનોના 7 મોબાઇલની ચોરી કરી વેચવા જતા બે તસ્કર ઝડપાયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મટવાડની અંબિકા નદીમાં નાહવા જતા સહેલાણીઓ મુખ્ય ટાર્ગેટ

ગણદેવી તાલુકાના મટવાડમાં આવેલી અંબિકા નદીના કિનારે નાહવા આવતા સહેલાણીઓના સામાન ચોરી લેવાની ઘટના બની હતી. જેને લઈને એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મોબાઈલ વેચવા આજતા પોલીસને જાણ થતાં એક મોબાઈલ ચોરીનો મળ્યો આરોપીની પૂછપરછ કરતા મટવાડ ગામે એક જ દિવસે 7 મોબાઈલ ચોર્યા હોવાનું ખુલતા એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

નવસારી એલસીબી પીઆઇ વિક્રમસિંહ પલાસે ગુના અટકાવવા એલસીબી સ્ટાફને સૂચના આપી હતી. જેને લઈને સ્ટાફના હેકો સુરેશ વિષ્ણુ અને પોકો અર્જુન પ્રભાકરને બાતમી મળી હતી કે નવસારીમાં તીઘરા નજીક ત્રણ રસ્તા પાસે બે જણાં મોબાઈલ વેચવાં આવ્યા છે. પોલીસે બાતમીને આધારે અબરાર ઇકબાલ શેખ (રહે. નવસારી) અને અકરમ અમીર શેખ (રહે. માંગરોળ, સુરત)ની અટક કરી હતી. પોલીસે તેમની પાસે 7 મોબાઈલ હોય પૂછપરછ કરતા તેમણે તમામ મોબાઈલ ચોરીના હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ 7 મોબાઈલ કિંમત રૂ.42000 કબજે કરી તપાસ હાથ ધરી હતી.

બંને આરોપી ભીડ હોય ત્યાં ચોરી કરતા
6ઠ્ઠી જૂન રવિવારે વિજલપોરના યુવાનો ગણદેવીના મટવાડમાં પસાર થતી અંબિકા નદીમાં નાહવા જતા મોબાઈલ વાહનોમાં મૂક્યાં હતા. જ્યારે બન્ને આરોપીએ તેમના વાહનોની ડિકી તોડી તેમણે તમામ મોબાઈલ ચોરી કર્યા હોવાનું જણાવ્યું. બન્ને યુવાનો અગાઉ કોઈ ચોરીના ગુનામાં ઝડપાયા ન હતા. આ બન્ને યુવાનો ચોરી કરવા માટે કોઈ ઉત્સવ હોય, ભીડ વધુ હોય અને રવિવાર હોય ત્યારે ચોરીને અંજામ આપવાનું પસંદ કરતા હતા. આ ગુનો ગણદેવી પોલીસ મથકે નોંધાયો હતો, જેને ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. > વિક્રમસિંહ પલાસ, પીઆઇ, નવસારી એલસીબી

અન્ય સમાચારો પણ છે...