તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકસ્મિક બનાવ:નવસારીમાં અકસ્માતની 2 ઘટનામાં બેને ગંભીર ઈજા

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારીમાં ભેંસતખાડા વિસ્તારમાં મકાનમાં કામ કરતી વેળાએ દિવાલ પરથી પડી જતા અને બીજી ઘટનામાં નવા એસટી ડેપોમાં કામ કરતી વેળાએ આકસ્મિક રીતે પડી જતા મજૂરને ઈજા થઈ હતી. બંને ઘટનામાં મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

નવસારીમાં વિરાવળથી ભેંસતખાડા રોડ પર જૈન દેરાસર પાસે હાલમાં મકાન તોડવાનું કામ ચાલી રહ્યું હતું. જેમાં મજૂરી કામ માટે ભુવન ભુરલા ઠકરાલા (ઉવ.25, હાલ રહે. શ્યામનગર વિજલપોર) આવ્યા હતા. તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે સોમવારે સવારે 11.30 વાગ્યાના સુમારે મકાનની દિવાલ તોડી રહ્યા હતા ત્યારે તેઓ આકસ્મિક રીતે નીચે પડી ગયા હતા. જેના કારણે તેઓ નીચે મુકેલા સળિયા માથાના ભાગે વાગતા તેમને માથાના ભાગે ઈજા થઈ હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા.

બીજી ઘટનામાં નવસારી એસટી ડેપોમાં કામ કરતી વેળાએ મજૂર રામપ્રતાપ ચૌહાણ (ઉ.વ.32, રહે. એસટી ડેપો, નવસારી) બેધ્યાન રહેતા તેઓ દસ ફૂટ નીચે પડી જતા તેમના પગે ફ્રેકચર થયું હતું. બાંધકામ સ્થળે કામ કરતા સુપરવાઈઝર મોહિત જેલાની તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. બંને ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો