વિવાદ:અબ્રામા ગામે પિતાના નામે આવેલી જમીન અન્યએ પચાવી પાડતા બે જુદી-જુદી ફરિયાદ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના અબ્રામા ગામે આવેલી જમીન નવસારીમાં રહેતા અનાવિલ પરિવારના નામે હોય તે જમીનનો કબજો લેવા જતા અબ્રામાના રહીશે પોતાને વેચણે આપેલી છે તેમ જણાવ્યું હતું. જમીન વેચાણના દસ્તાવેજો અબ્રામાના યુવાન પાસે માંગતા તે નહીં હોય જમીનનો કબજો લેવા જતા નવસારીના યુવાનને મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે અનાવિલ યુવાને પિતાના નામે આવેલ જમીનનો કબજો મેળવવા લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ જલાલપોર પોલીસમાં બે ફરિયાદ નોંધાવી હતી.

નવસારીના રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અનિકેત નિરંજન દેસાઇએ જલાલપોર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના પિતા સ્વ. નિરંજન દેસાઈના નામે અબ્રામા ગામે ખાતા નંબર-417મા જુના સરવે નંબર-2102 અને 2275ના નામે જમીન આવેલી છે. તેનો કબજો અબ્રામા ગામના રમેશ લલ્લુ પટેલ પાસે હતો. છેલ્લાં 30 વર્ષથી જમીનનો ગેરકાયદે કબજો મેળવી ખેતીકામ કરતો હતો. આ જમીનનો કબજો લેવા અનિકેત દેસાઈ જતા તેને રમેશ પટેલે જણાવ્યું કે આ જમીન મારી છે, તમારે આવવું નહીં.

આ જમીન તારા પિતા પાસે વેચાણે લીધી છે, જે અંગે જમીનના કાગળીયા માંગ્યા હતા પણ તે કાગળો રમેશ પટેલ રજૂ કરી શકયો ન હતો. આમ છતાં તેણે જમીનનો કબજો આપ્યો ન હતો. તેમણે અનિકેત દેસાઇને આ જમીન માટે આવ્યો તો હાથ-પગ ભાંગી નાંખીશ તેમ કહીં મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે કલેકટર કચેરીમાં સરકારના નવા કાયદા મુજબ લેન્ડ ગ્રેબિંગ અનુસાર રમેશ લલ્લુ પટેલ (રહે. સુખમડા ફળિયા, અબ્રામા, તા.જલાલપોર) સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...