જાહેરનામું:ગણદેવીમાં મતગણતરીના કારણે બે માર્ગ બંધ કરાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું પરીણામ આ જરોજ જાહેર થનાર છે. તાલુકામાં મતગણતરી કેન્દ્ર ઘ. ના. ભાવસાર સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે. આ સ્કૂલની બાજુમાંથી મુખ્ય માર્ગ પસાર થતો હોય, જેથી મતગણતરીના દિવસે વાહનોની અવર-જવરના કારણે ટ્રાફિકની સમસ્યાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજે સવારે 6.00 વાગ્યાથી રાત્રે 24.00 વાગ્યા સુધી મુખ્ય રસ્તા પરથી નાના-મોટા તથા તમામ પ્રકારના ભારે વાહનોના આવન-જાવન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં ગણદેવી ચાર રસ્તા થઈ સરદાર ચોક બસ સ્ટેન્ડ - રામજી મંદિર - બંધારા વેંગણિયા નદી થઈ બીલીમોરા તરફના માર્ગ પર પ્રતિબંધ લગાવાયો છે. આ માર્ગને બદલે ગણદેવી ચાર રસ્તાથી ધનોરી નાકા- સુગર ફેકટરી રોડ થઈ બીલીમોરા તરફનો વૈકલ્પિક રૂટ બનાવાયો છે. આ ઉપરાંત વલોટી બ્રહ્મદેવ મંદિર થઈ બંધારા વેગણીયા નદી થઈ રામજી મંદિર- બસ સ્ટેન્ડ - સરદાર ચોક - ગણદેવી ચાર રસ્તા સર્કલ થઈ નવસારી તરફ જતો માર્ગ પણ બંધ રાખવામાં આવ્યો છે, જેના વૈકલ્પિક રૂટ તરીકે વલોટી બ્રહ્મદેવ મંદિરથી ભૈયા ટેકરી - કસ્બા રેલવે ફાટક - સુગર ફેક્ટરી થઈ ધનોરી નાકા થઈ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઈ નવસારીનો રૂટ બનાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...