તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બે ગાયને કતલખાને વેચવા આવનાર બે ઝડપાયા, બે ફરાર

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરથાણથી ગૌરક્ષકોએ વાછરડા ઉગાર્યા હતા

નવસારીના આસણા ગામ પાસે કતલના ઇરાદે ટેમ્પોમાં બે વાછરડા લઈને આવતા હતા ત્યારે 23 ઓગસ્ટે પરથાણ ગામે ગૌરક્ષકોને જોતા ટેમ્પોમાં આવેલા બે યુવાન ફરાર થઈ ગયા હતા. જેની પોલીસે 13 દિવસ બાદ અટક કરી હતી. બન્ને યુવાનો નવસારીના હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નવસારીના ગૌરક્ષક સાજનભાઈ ભરવાડને ગત 23મી ઓગસ્ટે મળેલી બાતમીના આધારે મંદિર ગામથી બે વાછરડાને લઈ બે યુવાનો પીકઅપ (નં. GJ-15-UU-5497) ડાભેલના કતલખાને જાય છે. બાતમીવાળી પીકઅપ આવતા ગૌરક્ષકોને જોઈ બે યુવાન ટેમ્પો મૂકી ભાગી જતા પોલીસે અજાણયા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 13 દિવસ બાદ ગાય વેચવા આવનાર ધુડાભાઈ ભરવાડ અને રાહુલભાઈ ભરવાડ (બંને રહે. નવસારી)ની અટક કરવામાં સફળતા મળી હતી. હજુ અલ્પેશ પટેલ (મંદિર ગામ) અને ડાભેલ ગામનો યુવાન ફરાર હોય નવસારી ગ્રામ્ય પીએસઆઈ પી.વી. પાટીલ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...