તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Two Nurses Of Navsari Civil Put Their Daughter To The Family And Serve The Patients, The Woman Reached This Destination With The Inspiration Of PSI Mother

મધર્સ ડે:નવસારી સિવિલની બે નર્સ દીકરીને પરિવાર પાસે મુકી દર્દીઓની સેવા કરે છે, મહિલા PSI માતાની પ્રેરણાથી આ મુકામે પહોંચ્યા

નવસારી3 મહિનો પહેલા
  • 10માં પછી ભણવાની ઈચ્છા નહોતી પણ માતાના પ્રોત્સાહનથી આજે PSI બની

ધરતી ઉપર જીવન માં થકી જ છે. જ્યારે કોરોનાના કપરા કાળમાં જીવન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યું છે, ત્યારે કોરોના રાક્ષસ સામે ઘણી માતાઓ પોતાની અને બાળકોની ચિંતા કર્યા વિના કોરોના સામે બાથ ભીડી રહી છે. જ્યારે દેશ સેવા કાજે ઘણી દીકરીઓ પોતાની માતાને મહિનાઓથી મળી શકી નથી. ત્યારે આજે આવી જ માતાઓ અને દીકરીઓને વિશ્વ માતૃત્વ દિવસે વંદન કરે છે. કોરોનાના વિપરીત કાળમાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં માતાઓ પોતાના બાળકોને ઘરે મૂકી પોતાની ફરજ બજાવી રહી છે, ત્યારે ઘણા બાળકો પણ પોતાના માતા-પિતાની ચિંતા કર્યા વિના તેમનાથી દૂર રહીને દેશ સેવા કરી રહ્યા છે. જેમાં નવસારીની સિવિલ હોસ્પિટલની બે નર્સ પોતાની દીકરીઓને પરિવાર પાસે મુકી દર્દીઓની સેવા કરવા આવે છે જ્યારે એક મહિલા PSI ફોન પર પોતાની માતા સાથે વાત કરી આશિર્વાદ મેળવે છે.

નર્સ દોઢ વર્ષની દીકરી સાસુ પાસે મુકીને જોબ પર આવે છે

ધરતી પર ભગવાન કરતાં પણ જો કોઈ મહત્ત્વપૂર્ણ હોય તો એ માં છે. આજની માતાઓ ઘરની જવાબદારી સાથે નોકરી અથવા વેપાર પણ કરી જાણે છે. જ્યારે કોરોનાના વિપરીત કાળમાં નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ ઓપીડીમાં કામ કરતી સ્ટાફ નર્સ દિક્ષિતા ચેતનકુમાર પટેલ છેલ્લા એક મહિનાથી સતત કોરોના દર્દીઓ વચ્ચે પોતાની ફરજ નિભાવી રહી છે.

દિક્ષિતા દોઢ વર્ષની દીકરીને તેની સાસુ અને પતિ પાસે છોડીને નોકરીએ આવે છે.

એક વર્ષથી દીકરીને પોતાનાથી અલગ કરી ન હતી, પરંતુ કોરોના કાળમાં દિક્ષિતા દીકરીની ચિંતા છોડી કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે. અન્ય એક નર્સ 1 વર્ષની દીકરીને ઘરે મુકી દર્દીઓને સેવા કરે છે ફરજ દરમિયાન કોરોના સંક્રમણથી બચવાની તકેદારી રાખીને દિક્ષિતા સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહી છે.

સાથેજ સમય સમયે વીડિયો કોલ દ્વારા નર્સ દિક્ષિતા મીષ્ટિના ખબર અંતર પૂછી લે છે. જ્યારે ઘરે જઈને પણ દીકરીને વહાલ કરવાને બદલે પોતાને સ્વચ્છ કર્યા બાદ દીકરીને સમય આપે છે. નર્સ દિક્ષિતા સાથે ગત બે દિવસોથી ગડત CHC માં કામ કરતી સ્ટાફ નર્સ નમ્રતા પટેલને પણ નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ આપવામાં આવી છે. નમ્રતા પણ પોતાની એક વર્ષની દીકરીને ઘરે મૂકીને કોરોનાના દર્દીઓની સેવા બજાવી રહી છે, ત્યારે આ માતૃત્વને સલામ.

બનાસકાંઠાની દીકરી નવસારીમાં PSI તરીકે ફરજ નીભાવે છે

જ્યાં માતાઓ પોતાની દીકરીઓને ઘરે મૂકીને કોરોના દર્દીઓની સેવા કરી રહી છે, ત્યાં જ બનાસકાંઠાની દીકરી પોતાના પરિવારજનોથી દૂર નવસારીમાં ફરજ નિભાવી રહી છે. નવસારીના મહિલા પી. એસ. આઇ. નીતા ચૌધરી કોરોનાના કપરા કાળમાં દિવસ-રાત દેશ સેવામાં કાર્યરત છે. મૂળ બનાસકાંઠાના પી. એસ. આઇ. નીતા ચૌધરી 10 મા ધોરણ બાદ અભ્યાસથી છેટા રહેવા માંગતા હતા. પરંતુ માતાએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેઓ એમ.એ.ની ડિગ્રી મેળવી જીપીએસ પરીક્ષા પાસ કરી 2015-16 માં પી. એસ. આઈ. તરીકે દેશ સેવામાં જોડાયા હતા.

વીડિયો કોલ દ્વારા માતા સાથે વાત કરી આશિર્વાદ મેળવે છે

કોરોનાના વિપરીત સમયમાં નાગરિકોને નિયમોનું પાલન કરાવવા આકરા તાપમાં અને રાત્રી કર્ફ્યુમાં પણ ફરજ બજાવે છે. માતા, સતત તેમને ઘરે બોલાવી રહ્યા છે, પરંતુ ફરજ હોવાથી પી.એસ.આઇ. ચૌધરી કોરોના હળવો થાય ત્યારબાદ રજા લઈને ઘરે આવીશ એવું તેમના માતા ને સમજાવી દે છે. જોકે ટેકનોલોજીના યુગમાં પી.એસ.આઇ. નિતા ચૌધરી વીડિયો કોલ દ્વારા માતા સાથે વાત કરે છે અને તેમના આશીર્વાદ મેળવતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...