તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાના 2 નવા કેસ નોંધાયા હતા, જે બંને કેસ ચીખલી તાલુકાના જ હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 1518 થયો છે. જ્યારે વધુ એક દર્દી રિકવર થયો હતો.
ચીખલી તાલુકાના રાનકુવા અને રાનવેરીકલ્લાગામે એક -એક કેસ નોંધાયા હતા,જેની સાથે ચીખલી તાલુકામાં કુલ કેસનો આંક 246 ઉપર પહોંચ્યો હતો. જિલ્લામાં કુલ કેસ 1518 થયા હતા. જિલ્લાના અન્ય 5 તાલુકામાં સરકારી ચોપડે કોઈ નવો કેસ નોંધાયો ન હતો. કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર થયો હતો,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1399 થઈ હતી. એક્ટિવ કેસ 17 રહ્યા છે. જેમાં 13 જણા હોમ આઇસોલેશનમાં છે. 4 દર્દી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લું કોરોનાના દર્દીનું મૃત્યુ 20 દિવસ અગાઉ 11 ડિસેમ્બરના રોજ નોંધાયું હતું,ત્યારબાદ કોઈ કોરોનાના દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું નથી અને મૃત્યુઆંક 102 જ રહ્યો છે. યુકેથી આવેલા 3 દર્દી જે મુંબઇ હાલ છે તેના રિપોર્ટ બાકી છે,બાકીના તમામ 33ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.