બેદરકારી:વિજલપોરના મેઘવાળ સોસાયટી પાસેની ખુલ્લી ગટરમાં મધરાત્રે બે ગાય પડી

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાની જાણ થતા સ્થાનિકોએ ભારે જહેમત બહાર કાઢી

વિજલપોરના વિઠ્ઠલ મંદિરથી મેઘવાળ સોસાયટી તરફ જતા માર્ગ પર આવેલી ભૂગર્ભ ગટરનો સ્લેબ તૂટેલો હોય અને તેની ઉપર સિમેન્ટનું પતરું મુકયુ હતું. તેના ઉપર બે ગાય પસાર થતા તેઓ ગટરમાં ખાબકી ગઈ હતી. જેની જાણ થતાં સ્થાનિકોએ રાત્રે મહામહેનતે બહાર કાઢી હતી. આ ભૂગર્ભ ગટરને યોગ્ય રીતે ઢાંકવા સ્થાનિકોએ પ્રશાસનને અપીલ કરી હતી.

મળતી માહિતી મુજબ વિઠ્ઠલ મંદિરથી મેઘવાળ સોસાયટી તરફ ડ્રેનેજ લાઈન જાય છે. આ ડ્રેનેજ લાઈનની બાજુમાં એક વર્ષ પહેલાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ પણ ગટરમાં ખાબકયાં હતા. ભૂગર્ભ ગટર ઉપર ઢાકણુ નહીં હોય તેની ઉપર સિમેન્ટનું પતરું મૂકી આડાશ કરી હતી. બુધવારે રાત્રિના 10.30 વાગ્યાના સમયે આ વિસ્તારમાં ફરતી બે ગાયો આ પતરા ઉપર પગ મુકાઈ જતા ભૂગર્ભ ગટરમાં પડી ગઈ હતી. જેની જાણ સ્થાનિકોને થતા તેઓએ ભેગા થઈ ગાયને મહામહેનતે બહાર કાઢી હતી. આ ગાયોને બહાર કાઢતે નહીં તો તેઓનું મૃત્યુ નિશ્ચિત હોવાનું સ્થાનિકોનું માનવુ છે.

કોઈ મોટી દુર્ધટનાની શક્યતા નકારી ન શકાય
વિઠ્ઠલ મંદિરથી મેઘવાળ સોસાયટી તરફ જવાના માર્ગની બાજુમાં ભૂગર્ભ ગટર પસાર થાય છે. અહીંથી શાળાએ જવા બાળકો દિવસે પસાર થતા હોય છે. આ ગટર ઊંડી હોવા છતાં માત્ર સિમેન્ટનું પતરું મૂક્યું છે. જેમાં રાત્રિના સમયે ગાય પડી હતી. જો નાના બાળક ત્યાંથી પસાર થાય અને અંદર પડે તો દુર્ઘટના પણ થઈ શકે. બીજા દિવસે પણ પાલિકા દ્વારા પાઇપ ગોઠવીને વધુ અકસ્માતનું સર્જન કર્યું છે. >નીતિનભાઈ મોરે, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...