તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Two Cases In Mohanpur In Navsari, One Each In Navsari City, Italva And Katswell Village, The Total Number Of Positives In The District Is 23.

કોરોનાનો પંજો:નવસારીમાં મોહનપુરમાં બે,નવસારી શહેર, ઇટાળવા અને કાટસવેલ ગામમાં એક-એક કેસ, જિલ્લામાં પોઝિટિવનો કુલ આંક 23

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં બુધવારે એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા હાહાકાર મચી ગયો હતો. નવસારી જિલ્લામાં અગાઉના ત્રણ લોકડાઉનમાં કોરોનાની સ્થિતિ મહદઅંશે કાબુમાં હતી,જોકે લોકડાઉન 4.0માં વધુ સંખ્યામાં પોઝિટિવ કેસ લઈને બહાર આવ્યું છે.મંગળવારે બે કેસો નોંધાયા બાદ બુધવારે તો 5 કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા.જિલ્લામાં એક જ દિવસે નોંધાયેલ આ સૌથી વધુ કેસ હતા. ગણદેવી તાલુકાના મોહનપુર ખાતે રહેતા ચેતનાબેન પ્રવીણભાઈ પટેલ અને ઠાકોરભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને મુંબઈથી આવેલ અને પોઝિટિવ આવેલ અનિકેતના અનુક્રમે માતા અને કાકા થાય છે.

મોહનપુરમાં કુલ 4 કેસ થયા છે. મુંબઈથી ત્રણ દિવસ અગાઉ નવસારીના જુનાથાણા વિસ્તારના શ્રીજી એપાર્ટમેન્ટમાં આવેલ 73 વર્ષીય મનોહર વર્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ત્રણ મહિનાથી મુંબઈ જ હતા. ચોથો કેસ વાંસદા તાલુકામાં નોંધાયો છે. તાલુકાના કાટસવેલ ગામે રહેતા રિતેશ વનમાલી પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિતેશ સુરત એસએમસીમાં પટાવાળા તરીકે કામ કરે છે અને અપડાઉન કરે છે. તેનો સેમ્પલ સુરત જ લેવાયો હતો. નવસારી નજીકના ઈંટાળવા સમીર ગાર્ડનમાં રહેતા અને પોલીસ વિભાગમાં ડ્રાઈવર હેમંત સૂર્યવંશીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.  બુધવારે વધુ 5 કેસ સાથે જિલ્લાના કુલ કેસ 23 થઈ ગયા છે. 
મુંબઈથી આવેલા 10 જણાં પોઝિટિવ
નવસારી જિલ્લામાં જે 23 કેસ પોઝિટિવ આવ્યા છે. તેમાં સૌથી વધુ સંક્રમણ દેશની આર્થિક રાજધાની મુંબઈથી આવ્યા છે. અહીંથી નવસારી આવેલા 10 જણાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ ય રોજબરોજ મુંબઈથી ઘણાં લોકો નવસારી જિલ્લામાં આવી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે.
23માંથી લોકડાઉન 4.0માં જ 15 કેસ
નવસારી જિલ્લામાં અગાઉના ત્રણ લોકડાઉનમાં તો માત્ર 8 કેસ જ નોંધાયા હતા અને તે તમામ રિકવર થઈ ડિસચાર્જ થતા જિલ્લો ‘કોરાનામુક્ત’ સુદ્ધાં થઈ ગયો હતો. જોકે લોકડાઉન 4.0 આફત લઈને આવ્યો છે. આ ચોથા લોકડાઉનના માત્ર 10 દિવસમાં જ 15 કેસ નોંધાઈ ગયા છે. હજુ તો આ લોકડાઉનના 4 દિવસ બાકી છે. આ ચોથા લોકડાઉનમાં રાજ્ય બહારથી આવવાની વધુ છૂટછાટ અપાઈ છે.
કેસમાં વધારો છતાં સેમ્પલિંગમાં ઘટાડો
નવસારી જિલ્લામાં તાજેતરના દિવસોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે નવાઈની વાત એ છે કે ટેસ્ટીંગ માટે લેવાતા સેમ્પલની સંખ્યા ઘટાડી છેલ્લા 5-6 દિવસથી 50 યા તેની આસપાસની સંખ્યામાં જ લેવાઈ રહ્યા છે. મંગળવારે 56 સેમ્પલ લેવાયા બાદ બુધવારે 58 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અગાઉ કેસ ઓછા હતા યા નોંધાતા ન હતા ત્યારે 70થી 90 સેમ્પલ પણ લેવાતા હતા.

અન્ય સમાચારો પણ છે...