તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગેડુની ભાળ મળી:દમણ અને વેસ્માથી બે બુટલેગર પોલીસની ઝપટે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી પોલીસે વિવિધ ગુનામાં ફરાર આરોપીની શોધખોળમાં બે આરોપીને ઝડપી લીધા હતા. નવસારીમાં પેરોલ સ્કવોર્ડ પોલીસે વિવિધ ગુનામાં ભાગેડુ આરોપીની અટક કરી હતી. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈ પલાસને એસપીએ નાસતા ફરતા આરોપીને શોધવા સૂચના આપી હતી. જેમાં એલસીબીના એએસઆઈ નઈમ ડોશખાન અને પોકો અર્જુન હર્ષદભાઈને બાતમી મળી હતી કે નવસારી રૂરલ પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ભાગેડુ આરોપી પ્રવિણ ઉર્ફે રાજુ રામાયણ રાય (રહે. ડાભેલ, દમણ) તેનાં ઘરે આવનાર છે તેવી બાતમીના આધારે દમણ જઈને આરોપી પ્રવિણ ઉર્ફે રાજુની અટક કરી હતી. તેને રૂરલ પોલીસ મથકે કાર્યવાહી માટે સોંપાયો હતો.

બીજી ઘટનામાં વલસાડમાં નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં મહમદહનીફ રસીદ ક્યાત (રહે. વેસમા, ખોડવલ્લી નુરાની નગર, જલાલપોર) બે વર્ષથી ભાગેડુ છે જે હાલ તેના ઘરે આવેલો છે તેવી બાતમી એલસીબીને મળતા વેસમા તેના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવતા પોલીસે તેની અટક કરી હતી. આરોપીને વલસાડ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ ભાગેડુ બે આરોપીની અટક કરવામાં પોલીસને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો