નવસારી શહેરમાં સતત બીજા દિવસે બે બાઇક ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. નવસારીના શાંતાદેવી રોડ પર રહેતા બિપીનભાઈ ટેલરની અમુલ પાર્લર નામની દુકાન કુંભારવાડ વિસ્તારમાં આવેલી છે. બિપીન ભાઈ પોતાના મિત્રની બાઇક (નં. GJ-06-Q-3790) લઈને દુકાનની સામે મૂકી હતી.
બિપીનભાઇ કામ માટે વાત કરતા હતા ત્યારબાદ બાઇક જોતા તે દેખાઇ ન હતી. આસપાસ શોધખોળ કરતા મળી નહીં આવતા બિપીન ટેલરે ટાઉન પોલીસ મથકે બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી ઘટનામાં તિઘરામાં રહેતા આરીફ મહેમુદ પઠાણ રત્ન કલાકાર હોય તેઓ બાઈક (નં. GJ-21-BD-1065) કિંમત રૂ. 25000 દરગાહ રોડ પર આવેલા ડાયમન્ડ પાર્કની સામે મૂકી હતી.
તે સાંજે ઘરે પરત જતી વેળા નહીં દેખાતા શોધખોળ કરી હતી પરંતુ બાઇક મળી ન હતી. તેઓએ પણ નવસારી ટાઉન પોલીસમાં બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. LCBએ નવસારી ટાઉન પોલીસના બે બાઇક ચોરીના ગુના ઉકેલ્યા હતા.પોલીસ આરોપી પાસેથી વધુ ગુનો ઉકેલવા માટે પ્રયત્નશીલ છે.
ગણતરીના કલાકોમાં પોલીસ આરોપી સુધી પહોંચી
નવસારીમાં બાઇક ચોરીની ઘટનાને લઇ DYSP ડો.કરણરાજ વાઘેલાએ સૂચના આપતા એલસીબીએ બાતમીના આધારે જલાલપોરના મનિષ હરીકિશન ફોજદારની ચોરીની બાઇક સાથે અટક કરી હતી. એક બાઇક જપ્ત પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.