જલાલપોર તાલુકાના એરૂ ગામેથી ગત 24મેના રોજ બે બાઇક ચોરાઇ ગઇ હતી. આ બાઇક ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. છતા પણ બાઇક ચાલકોએ બાઇકની શોધખોળ કરી હતી અને શોધખોળ દરમિયાન ન મળતાં અંતે 17 દિવસ પછી જલાલપોર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જલાલપોર તાલુકાના એરૂ ગામે રહેતા રમેશ નટવરભાઇ પટેલ, એરૂ દેસાઇ પોળએ ફરિયાદ આપતા જણાવ્યું કે તા.24મી મેના રોજ રાત્રિના સમયે તેમની બાઇક નં.જીજે-21-બીઆર-3095 એમના ઘર આંગણે પાર્ક કરી હતી.
સવારે તેમના ઘર આંગણે બાઇક ન જોતાં તેમણે ગામમાં શોધખોળ કરી હતી. પણ બાઇક મળી ન હતી. તે સમય દરમિયાન બાજુના િવસ્તાર કુંભારવાડમાં રહેતા હિમાંશુ લાડની બાઇક નં.જીજે-21-બીપી-8222 પણ તેમના ઘર આંગણામાંથી ચોરાઇ ગયાની માિહતી મળી હતી. આ બાબતે ગામમાં આવેલ એક દુકાનેથી સીસીટીવી ફૂટેજ જોતા મધરાત્રિના સમયે અજાણ્યા બાઇક સવારો બાઇક સાથે દેખાયા હતા. પણ કેમેરામાં સ્પષ્ટ ન આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની 17 દિવસ બાદ જલાલપોર પોલીસ મથકે ફરિયાદ આપતાં વધુ તપાસ પીઆઇ એ.એન.ચૌધરી કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.