તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ખેરગામ તાલુકામાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જલાલપોર તાલુકા સિવાય સર્વત્ર વરસાદ
  • ચીખલીમાં 1, ગણદેવી-વાંસદામાં 0.5 ઇંચ

નવસારીમાં એક સપ્તાહ બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં જલાલપોર સિવાય દરેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે અન્ય તાલુકામાં વરસાદની ગતિ સામાન્ય રહી હતી. નવસારી ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકા સિવાય દરેક તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. નવસારીમાં 3 મિમી, ગણદેવીમાં 12 મિમી, ચીખલીમાં 21 મિમી, ખેરગામમાં 62 મિમી અને વાંસદામાં 13 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જલાલપોરમાં વરસાદ નોંધાયો ન હતો. નવસારી જિલ્લામાં એક સપ્તાહ બાદ પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોરે જલાલપોર તાલુકાના વેડછા અને અબ્રામા ગામે અડધો કલાક ધોધમાર વરસાદ પણ પડતાં ઠેર-ઠેર ગામોમાં પાણી-પાણી થઇ ગયું હતું. જો કે છેલ્લા એક સપ્તાહથી નવસારીમાં વરસાદી વાતાવરણ બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...