મજીગામના યુવતીના ચર્ચાસ્પદ ખૂનકેસમાં આરોપ પુરવાર ન થતા બન્ને આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અંગે દાખલ ફરિયાદ મુજબ ચીખલી તાલુકાના મજીગામ દહેરી ફળિયામાં રહેતા ધર્મેશ ઉર્ફે સોનુ હળપતિને દીપિકા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો.
દીપિકાએ ધર્મેશને શિવરાત્રીના મેળામાં જવા માટે જણાવતા ધર્મેશે ના પાડી અને નોકરી પર જતો રહ્યો હતો. દીપિકાએ બાદમાં ધર્મેશને ફોન કરી મલ્લિકાર્જુન મંદિર પાસે બોલાવ્યો હતો, જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધર્મેશે દીપિકાના ગળે ટૂંપો દઈ મારી નાખી હતી. ત્યારબાદ ત્યાં લાશ મૂકી ધર્મેશે અન્ય એક શખસ હિરેન ઉર્ફે હીલુ હળપતિને બોલાવ્યો હતો. દીપિકાનો ફોન નાખી દેવાનું જણાવતા ધર્મેશે તે ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યા બાબતે આઈપીસી કલમ 302,201,114 મુજબનો કેસ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.
જ્યાં આરોપીઓ તરફે એડવોકેટ પી.કે.મહિડા અને નેવીલ પટેલે દલીલ કરી હતી. જેમાં નવસારીની બીજા અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટ એ ચૂકાદો આપતા બન્ને આરોપીઓ ધર્મેશ ઉર્ફે સોનુ હળપતિ અને હિરેન ઉર્ફે હીલુ હળપતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ કેસ સાયોગિક પુરાવાનો હોય ફરિયાદ પક્ષ બનાવ અંગેની તમામ કડીઓ જોડવામાં નિષ્ફળ રહ્યો હોવાનું પણ કોર્ટના નિષ્કર્ષ ઉપર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.