પરંપરા:વરઘોડા સાથે ધામધૂમથી તુલસી વિવાહ સંપન્ન

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં દેવઉઠી એકાદશીએ તુલસીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરાવાયા

દર વર્ષે કારતક માસના સુદ પક્ષની અગિયારસે તુલસી વિવાહનો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ધામધૂમથી તુલસીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે નવસારી દેવઉઠી એકાદશીના દિને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેર માર્ગો પર ભગવાનનો વરઘોડો પણ યોજવામાં આવ્યો હતો.નવસારીમાં દર વર્ષે ધામધૂમથી રણછોડજી મંદિર અને સિંધી કેમ્પ ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સાંજે ખૂબ જ રંગેચંગે અને ઉત્સાહપૂર્વક ભગવાન શાલીગ્રામનો વરઘોડો યોજ્યો હતો.

તુલસી વિવાહ અગિયારસના દિવસે જ સાંજે કરાવવામાં આવે છે. વિવાહ કરતા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરાવ્યા બાદ તુલસીના છોડને શણગારીને કુંડાની પાસે મંડપ બનાવવામાં આવે છે. તુલસીને સુહાગનો સામાન અર્પણ કરીને કુંડા ફરતે સાડી લપેટવામાં આવે છે. ત્યાર બાદ વિવાહની વિધિ શરૂ કરવામાં આવે છે. સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પછી શાલીગ્રામની મૂર્તિ અને તુલસીજીની સાત પરિક્રમા કરાવવામાં આવે છે અને અંતે આરતી કરીને વિવાહ સંપન્ન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...